બાબા રામદેવ ગૌશાળા મંડળ 2006 થી ગૌસેવામાં અવિરત કાર્યરત
બગસરાના લુંઘીયા ગામે ગૌપાલન, ચારો-પાણી અને સારવારની સુવિધા ઉપલબ્ધ
ગૌશાળા મંડળ દ્વારા નવરાત્રી મહોત્સવનું આયોજન 2002થી ચાલુ
ગરબા, ભજન-કીર્તન અને લાહણી વિતરણથી ગામમાં આધ્યાત્મિક માહોલ
ગામજનોના સહયોગથી ચાલતી સેવા સંસ્થા સમાજને આપી રહી છે પ્રેરણા
દાતાઓ અને સેવકોના યોગદાનથી સેવા, સંસ્કાર અને પરોપકારનું કેન્દ્ર
બગસરાના લુંઘીયા ગામે બાબા રામદેવ ગૌશાળા મંડળની સેવા અને સંસ્કૃતિ 2006 થી ગૌસેવાના પવિત્ર કાર્ય સાથે સતત સમાજ સેવામાં અગ્રેસર રહ્યું છે. ગૌશાળામાં ગાયોના પાલન ચારો- પાણીની વ્યવસ્થા સારવાર સહિત સુવિધા પૂરી પાડવામાં આવે છે..
અમરેલીના બગસરા તાલુકાના લુંઘીયા ગામે બાબા રામદેવ ગૌશાળા મંડળ વર્ષ 2006થી ગૌસેવાના પવિત્ર કાર્ય સાથે સતત સમાજસેવામાં અગ્રેસર રહ્યું છે. ગૌશાળામાં ગાયોના પાલન, ચારો-પાણીની વ્યવસ્થા તથા સારવારની સુવિધા પૂરી પાડવામાં આવે છે. આ સાથે મંડળ વર્ષ 2002થી ગામમાં નવરાત્રી મહોત્સવનું આયોજન કરી રહ્યું છે, જેમાં ગરબા-ડાંડીયા, ભજન-કીર્તન અને ધાર્મિક કાર્યક્રમોનો સમાવેશ થાય છે. નવરાત્રી દરમિયાન નાના બાળાઓને “લાહણી” તથા નાસ્તાનું વિતરણ પણ કરવામાં આવે છે. ગામમાં અન્ય સેવાકાર્યો પણ મંડળ દ્વારા સતત હાથ ધરાય છે. ગરબા દરમ્યાન નાસ્તા-પાણીની સેવા, તેમજ ધૂનમંડળનું નિયમિત સંચાલન મંડળની વિશેષતાઓ છે. ગામના લોકોના સહયોગથી ચાલતી આ સંસ્થા આજે ગૌસેવા, ધાર્મિક પરંપરા અને પરોપકારનું જીવંત પ્રતિક બની ગઈ છે. દાતાઓના નિષ્ઠાપૂર્વકના સહયોગ અને મંડળના કાર્યકર્તાઓની સેવાભાવના કારણે બાબા રામદેવ ગૌશાળા મંડળ સતત સમાજને પ્રેરણા પૂરી પાડવામાં આવેલ

