Site icon hindtv.in

સુરતમાં 26મી જાન્યુઆરીએ નશા વિરુદ્ધ અવેરનેસ માર્ચ

સુરતમાં 26મી જાન્યુઆરીએ નશા વિરુદ્ધ અવેરનેસ માર્ચ
Spread the love

સુરતમાં 26મી જાન્યુઆરીએ નશા વિરુદ્ધ અવેરનેસ માર્ચ
પોલીસ સાથે મળીને યુથ નેશન દ્વારા મેગા ડ્રગ અવેરનેસ
પ્રાઇમ શોપર્સથી લઈને વાય જંકશન સુધી કાર્યક્રમ

સુરતમાં 26મી જાન્યુઆરીએ નશા વિરુદ્ધ સુરતમાં ઐતિહાસિક જનજાગૃતિ અભિયાનનુ યુથ નેશન દ્વારા આયોજન કરાયુ છે સુરત પોલીસ સાથે મળીને યુથ નેશન દ્વારા મેગા ડ્રગ અવેરનેસ માર્ચ કરાશે.

નશાના વધતા દૂષણ સામે યુવાનોમાં જાગૃતિ લાવવા માટે સુરત શહેરમાં એક ઐતિહાસિક જનજાગૃતિ કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે. યુથ નેશન એનજીઓ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ગણતંત્ર દિવસ નિમિત્તે ભવ્ય ડ્રગ અવેરનેસ કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું છે. યુથ નેશનના ફાઉન્ડર અને ડિરેક્ટર વિકાસ ચંપાલાલ દોશીએ જણાવ્યું કે સંસ્થા છેલ્લા 12 વર્ષથી એક જ ઉદ્દેશ સાથે કાર્ય કરી રહી છે અને તે છે નશા વિરુદ્ધ જનજાગૃતિ. આ અભિયાનને હવે સમગ્ર ગુજરાતમાં વિસ્તૃત કરવામાં આવી રહ્યું છે, જેની શરૂઆત સુરતથી થશે. આ કાર્યક્રમ સુરતના મુખ્ય માર્ગોમાંના એક ઉધના-મગદલ્લા રોડ પર યોજાશે. પ્રાઇમ શોપર્સથી લઈને વાય જંકશન સુધી લગભગ 1 કિલોમીટર લાંબા માર્ગ પર કાર્યક્રમ યોજાશે. રસ્તાની સર્વિસ લેન પર 22 અલગ-અલગ સ્ટેજ ઉભા કરાશે, જ્યાં સાંસ્કૃતિક કાર્યક્રમો, નાટકો, નૃત્ય, સંગીત અને ડ્રગ્સ વિરુદ્ધ જાગૃતિ સંબંધિત પ્રવૃત્તિઓ રજૂ થશે.

નશાના રવાડે ચડી ચૂકેલા અને હાલ રિહેબમાં સારવાર લઈ રહેલા યુવાઓ પણ પોતાની આપવીતી લોકો સમક્ષ રજૂ કરશે. તો કાર્યક્રમ સાંજના 5 વાગ્યાથી રાતના 8 વાગ્યા સુધી જનતા માટે ખુલ્લો રહેશે. આ કાર્યક્રમમાં પોલીસ પરેડ અને વિશાળ તિરંગો આકર્ષણ રહેશે જ્યારે એક વ્યક્તિ દાંતથી 6 કાર ખેંચશે. આ કાર્યક્રમનું સૌથી વિશેષ આકર્ષણ રહેશે સુરત પોલીસની ભવ્ય પરેડ રહેશે જેમાં લગભગ 500થી 700 પોલીસકર્મીઓ આ પરેડમાં ભાગ લેશે. પરેડ પ્રાઇમ શોપર્સથી શરૂ થઈ વાય જંકશન સુધી જશે, જ્યાં ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી પરેડની સલામી લેશે. કાર્યક્રમમાં મેયર, પોલીસ કમિશનર, મ્યુનિસિપલ કમિશનર, કલેક્ટર, ફોરેસ્ટ આઈપીસ અધિકારી, સાંસદ, ધારાસભ્યો, ઉદ્યોગપતિઓ, સમાજસેવકો, એનજીઓ અને સ્કૂલ-કોલેજના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહેશે. તો આયોજકોના જણાવ્યા મુજબ આ દ્રશ્ય ક્રિકેટ સ્ટેડિયમમાં ફરકાતા વિશાળ તિરંગા જેવું લાગશે અને દેશભક્તિની ભાવનાથી સૌને ભાવવિભોર કરી દેશે.

Exit mobile version