સુરત ટ્રાફિક પોલીસ દ્વારા વરાછામાં જાગૃતતા અભિયાન
ગરનાળા ખાતે સર્જાતી ટ્રાફિકની સમસ્યાને નિવારવા સમજ અપાઈ
ટ્રાફિક પોલીસના ડીસીપી પન્ના મોમૈયા સહિત પોલીસ રસ્તા ઉપર
સુરત ટ્રાફિક પોલીસ દ્વારા હાલ વાહન ચાલકોને ટ્રાફિકના નિયમોને લઈ જાગૃત્ત કરાઈ રહ્યા છે ત્યારે ગરનાળા ખાતે સર્જાતી ટ્રાફિકની સમસ્યાને નિવારવા પણ વાહન ચાલકોને સમજ અપાઈ હતી.
સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક અવરનેસ કાર્યક્રમ યોજાયો હતો. હાલમાં સુરતના વરાછા વિસ્તારમાં ગરનાળા થી ટ્રાફિક ની સમસ્યા સર્જાઈ રહી છે. ત્યારે સુરત શહેર ટ્રાફિક પોલીસના ડીસીપી પન્ના મોમૈયા સહિત ટ્રાફિક પોલીસ જવાનોએ ટ્રાફિક જાગૃત્તા કાર્યક્રમમાં જોડાઈને વાહન ચાલકોને સમજાવ્યા હતાં. રસ્તા પર હાથમાં બેનર સાથે પોલીસ અધિકારી અને કર્મચારીઓ લોકોને સમજાવતા જોવા મળ્યા હતાં.

