Site icon hindtv.in

સુરતમાં નજીવી બાબતે પણ એકબીજા પર હુમલા

સુરતમાં નજીવી બાબતે પણ એકબીજા પર હુમલા
Spread the love

સુરતમાં નજીવી બાબતે પણ એકબીજા પર હુમલા
રાંદેર વિસ્તારમાં પાર્કિંગ બાબતે બબાલ
એક જ પરિવારના પાંચ સભ્યો પર હુમલો કરાયો

સુરતમાં નજીવી બાબતે પણ લોકો એકબીજા પર હુમલાઓ કરતા અચકાતા નથી ત્યારે રાંદેર વિસ્તારમાં પાર્કિંગ બાબતે બબાલ થયેલા ઝઘડામા એક જ પરિવારના પાંચ સભ્યો પર હુમલો કરાયો હતો જે ઘટના સીસીટીવી માં કેદ થઈ હતી.

સુરત શહેરના રાંદેર વિસ્તારમાં પાર્કિંગ મુદ્દે બનેલી સામાન્ય વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા એક જ પરિવારના પાંચ સભ્યોને માર મારવામાં આવ્યો હોવાનો ગંભીર આક્ષેપ સામે આવ્યો છે. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે, જે હાલ સોશિયલ મીડિયા પર પણ વાયરલ થઈ રહી છે. તો ઈજાગ્રસ્ત પરિવારે આક્ષેપ કરતા જણાવ્યું કે રાંદેર વિસ્તારમાં મોડી સાંજે પાર્કિંગને લઈને બે પરિવાર વચ્ચે બોલાચાલી શરૂ થઈ હતી. ઝઘડો એટલી હદે વધ્યો કે એક જૂથે લાકડાના ફટકાથી હુમલો કરીને સામેના પરિવારના પાંચ સભ્યોને ઇજાગ્રસ્ત કર્યા હોવાનો પીડિત પરિવારનો આક્ષેપ છે.  આ ઝઘડા માં ઈજાગ્રસ્તોને તરત જ સારવાર માટે સુરત નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા તો બનાવની જાણ થતાં રાંદેર પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને પીડિત પરિવારના નિવેદનના આધારે વધુ તપાસ શરૂ કરી છે. તો પોલીસનું કહેવું છે કે સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓની ઓળખ કરી તેમને પકડવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે પીડિત પરિવારને ન્યાય ક્યારે મળશે તેના પર સોની નજર છે.

Exit mobile version