સુરત ઉધનામાં હુમલાખોરોએ પિતાની હત્યા કરી
ધનરાજ ટાઈડે નામના ઈસમની છ હુમલાખોરોએ હત્યા કરી
પુત્રને મારવા આવેલા હુમલાખોરોએ પિતાની હત્યા કરી
સુરતમાં હત્યાની વધી રહેલી ઘટનાઓ વચ્ચે ઉધના રોડ નંબર 9 અશોક સમ્રાટ નગર ખાતે એકની હત્યા કરાતા પોલીસ દોડતી થઈ ગઈ હતી. તો પુત્રને મારવા આવેલા હુમલાખોરોએ પિતાની હત્યા કરી હોવાનુ ચર્ચાઈ છે.
સુરતમાં હત્યાના બનાવોમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે સુરના ઉધના વિસ્તારમાં આવેલ રોડ નંબર 9 અશોક સમ્રાટ નગર ખાતે હત્યાની ઘટના બની હતી. ધનરાજ ટાઈડે નામના ઈસમની છ હુમલાખોરોએ હત્યા કરી હતી. પુત્રને મારવા આવેલા હુમલાખોરોથી પિતા પુત્રને બચાવવા ગયા હતા ત્યારે હુમલાખોરોએ પિતાને જ રહેંસી નાંખ્યો હતો. હાલ તો બનાવની જાણ થતા ઉધના પોલીસ અને ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા અને ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

