Site icon hindtv.in

પાલીતાણામાં અંગત અદાવતને લઈ યુવાન પર હુમલો

પાલીતાણામાં અંગત અદાવતને લઈ યુવાન પર હુમલો
Spread the love

પાલીતાણામાં અંગત અદાવતને લઈ યુવાન પર હુમલો
આઠ હુમલાખોરો સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ
હુમલામાં ઇજાગ્રસ્ત યુવાન સારવાર હેઠળ
પાલીતાણા પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી

ભાવનગર જિલ્લાના પાલીતાણા શહેરમાં અંગત અદાવતને લઈને એક યુવાન પર આઠ શખ્સોએ હથિયારો વડે હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપતા ઇજાગ્રસ્ત યુવાનને સારવાર માટે ભાવનગર સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે આ અંગે પાલીતાણા સીટી પોલીસ સ્ટેશનમાં હુમલાખોરો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

સમગ્ર બનાવ અંગે જાણવા મળતી વિગતો અનુસાર પાલીતાણા શહેરમાં 50 વારીયા કોર્ટ પાછળ રહેતા અને ડ્રાઇવિંગના વ્યવસાય સાથે સંકળાયેલા મજીદ ઓસમાણભાઈ સમા ઉંમર વર્ષ 38 એ રેહાન રફીક, નવાજ હનીફ, સમીર રફીક ગાહ, રઈસ યુનુસ ગાહા, સહિત 4 અજાણ્યા શખ્સો વિરુદ્ધ પાલીતાણા સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરિયાદી મજીદના કાકાના દીકરા અસ્લમ સમા એ તેના મામા ટ્રાફિકની દીકરી જસ્મીન સાથે મૈત્રી કરાર કરેલ હોય અને આ વાત આરોપીઓને પસંદ ન હોય આ બાબતે ફરિયાદીએ આરોપીઓને સમજાવેલ હોય આ વાતનું મન દુઃખ રાખીને તમામ શખ્સોએ બે અલગ અલગ કારમાં ધોકા પાઇપ તથા લાકડી જેવા હથિયારો ધારણ કરી ગતરોજ પાલીતાણામાં તળેટી રોડ પર સુખસાગર હોટલ સામે ઊભો હોય ત્યારે આરોપીઓએ તેની પાસે આવી ફરિયાદી સાથે ઝઘડો કરી હથિયારો વડે ફરિયાદી પર હુમલો કરી બીજા પહોંચાડી જાનથી મારી નાંખવાની ધમકી આપી ફરાર થઈ ગયા હતા આ ઘટનામાં ઇજાગ્રસ્ત યુવાનને પ્રથમ સારવાર અર્થે પાલીતાણા માનસિંહજી હોસ્પિટલમાં ત્યારબાદ વધુ સારવાર અર્થે ભાવનગર સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. હાલમાં યુવાન એડમિટ છે અને તેની સારવાર ચાલી રહી છે આ અંગે તેણે આઠેય હુમલાખોરો વિરુદ્ધ પાલીતાણા સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીઓ વિરુદ્ધ બી એન એસ એક્ટ 189 (2), 190,191(2), 118 (2),117 (2), 351 (3) તથા જીપી એક્ટ 135 મુજબ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી.

Exit mobile version