Site icon hindtv.in

સુરતના અડાજણમાં સુમન આવાસ ખાતે યુવાન પર હુમલો

સુરતના અડાજણમાં સુમન આવાસ ખાતે યુવાન પર હુમલો
Spread the love

સુરતના અડાજણમાં સુમન આવાસ ખાતે યુવાન પર હુમલો
પોલીસે આરોપીઓને ઝડપી પાડી કાયદાનુ ભાન કરાવ્યું
આરોપીઓને સ્થળે લઈ જઈ ઘટનાનું રિ કન્સ્ટ્રક્શન કરાવ્યુ

સુરતના અડાજણમાં સુમન આવાસ ખાતે યુવાન પર ટોળા દ્વારા કરાયેલા હુમલાનો વિડીયો વાયરલ થતા પોલીસે આરોપીઓને ઝડપી પાડી કાયદાનુ ભાન કરાવી સ્થળે લઈ જઈ ઘટનાનુ રિ કન્સ્ટ્રક્શન કરાવ્યુ હતું.

સુરતમાં અસામાજિક તત્વોનો આતંક વારંવાર સામે આવે છે. ત્યારે સુરતના અડાજણ વિસ્તારમાં સુમન આવાસ ખાતે રવિવારે રાત્રે એક યુવાન પર હુમલો કરાયો હોવાનો વિડીયો વાયરલ થયો હતો. જેમાં ટોળા દ્વારા યુવાન પર હુમલો કરાયો હોવાનુ દેખાતા પોલીસે તપાસ હાથ ધરી હતી. અને તપાસ કરતા મહિલા સાથે પ્રેમ સંબંધમાં બબાલ થઈ હોવાનુ સામે આવ્યા બાદ પોલીસે આરોપીઓને ઝડપી પાડી કાયદાનુ ભાન કરાવ્યુ હતું અને ત્યારબાદ આરોપીઓને સ્થળે લઈ જઈ ઘટનાનું રિ કન્સ્ટ્રક્શન કરાવ્યુ હતું.

Exit mobile version