સુરતના રાંદેર અડાજણ ખાતે યુવાન પર હુમલો
લઘુશંકા માટે અપાયેલા ઠપકા મામલે ચપ્પુ વડે હુમલો
એસઓજી અને રાંદેર પોલીસે સાથે મળી આરોપીનો વરઘોડો કાઢ્યો
સુરતના રાંદેર અડાજણ ખાતે યુવાન પર લઘુશંકા માટે અપાયેલા ઠપકા મામલે ચપ્પુ વડે હુમલો કરનાર આરોપીને રાંદેર પોલીસે ઝડપી પાડ્યા બાદ એસઓજી અને રાંદેર પોલીસે સાથે મળી આરોપીનો વરઘોડો કાઢ્યો હતો. ત્યારે પોલીસ પર ફુલોની વરસાદ થઈ હતી.
સુરતના રાંદેર અડાજણ વિસ્તારમાં મિત્રો સાથે ઉભેલા શાહિદ શેખ પર ચપ્પુ વડે હુમલો કરાયો હતો. શાહિદ શેખની ઓફિસ નીચે એક ઈસમ લઘુશંકા કરતો હોય જેને ઠપકો આપતા તેના પર ચપ્પુ વડે હુમલો કરી હુમલાખોર ભાગી છુટ્યો હોય જે ઘટના સીસીટીવીમાં કેદ થતા પોલીસે ત્વરિત તપાસ હાથ ધરી આરોપી મુજમ્મીલ ચાંદીવાલાને ઝડપી પાડ્યો હતો અને તેને કાયદાનુ ભાન કરાવ્યા બાદ રાંદેર પોલીસ અને સુરત એસઓજીની ટીમે આરોપીને ઘટના સ્થળે લઈ જઈ ઘટનાનુ રિકન્સ્ટ્રક્શન કરાવ્યુ હતું.

