Site icon hindtv.in

સુરત મહાનગર પાલિકાની ચુંટણીમાં પરિણામના દિવસે હુમલો

સુરત મહાનગર પાલિકાની ચુંટણીમાં પરિણામના દિવસે હુમલો
Spread the love

સુરત મહાનગર પાલિકાની ચુંટણીમાં પરિણામના દિવસે હુમલો
કોંગ્રેસે રેલી યોજી પોલીસ કમિશનર અને કલેકટરને આવેદન પત્ર આપ્યું
કાર્યવાહી નહિ થતા કોંગ્રેસીઓ અને ખુમાનસિંગના સમાજમાં રોષ

સુરત મહાનગર પાલિકાની ચુંટણીના પરિણામ દિવસે કોંગ્રેસ ઉમેદવાર પર ભાજપ ઉમેદવારે જાહેરમાં પોલીસની હાજરીમાં કરેલા હુમલાને લઈ ભાજપના ઉમેદવાર સામે કાર્યવાહીની માંગ અને ન્યાય જોઈએ છે ના નારા સાથે કોંગ્રેસે રેલી આકારે સુરત પોલીસ કમિશનર અને કલેકટરને આવેદન પત્ર આપી રજુઆત કરી હતી.

સુરતમાં સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીના પરિણામના દિવસે કોંગ્રેસ ઉમેદવાર ખૂમાનસિંગ પર વોર્ડ નંબર 18 ના જ ભાજપના ઉમેદવાર દ્વારા હુમલો કરાયો હતો. ભાજપના ઉમેદવાર અને કાર્યકર્તાઓ દ્વારા કોંગ્રેસ ઉમેદનવાર પર કરેલા હુમલાને લઈ કોંગ્રેસીઓ અને ખુમાનસિંગના સમાજના લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે. અને આરોપી ભાજપના ઉમેદવાર તથા કાર્યકર્તાઓ સામે કાર્યવાહીની માંગ સાથે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરી રેલી આકારે સુરત પોલીસ કમિશનર અને કલેકટરાલયે પહોંચી ન્યાય જોઈએ છેના નારા સાથે વિરોધ કરી આવેદન પત્ર આપી રજુઆત કરી હતી.

Exit mobile version