Site icon hindtv.in

ભાવનગરમાં શહેરમાં કાર પાર્ક કરવા મુદ્દે લોન એજન્ટ પર હુમલો

ભાવનગરમાં શહેરમાં કાર પાર્ક કરવા મુદ્દે લોન એજન્ટ પર હુમલો
Spread the love

ભાવનગરમાં શહેરમાં કાર પાર્ક કરવા મુદ્દે લોન એજન્ટ પર હુમલો
ઈજાગ્રસ્ત યુવાને કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી

ભાવનગર શહેરમાં કાર પાર્કિંગ પાર્ક કરવા મુદ્દે એક કાર ચાલકે લોન એજન્ટ પર હુમલો કરી જાનથી મારી નાંખવાની ધમકી આપતા ઇજાગ્રસ્ત યુવાને આ અંગે ડી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

સમગ્ર બનાવ અંગે જાણવા મળતી વિગતો અનુસાર શહેરના ફુલસર વિસ્તારમાં આવેલ કલ્યાણનગરમાં રહેતો અને લોન એજન્ટ તરીકે નોકરી કરતા અંકિત રાઘવ વાઘેલા ઉંમર વર્ષ ૩૦ એ ડી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં કાર નંબર જીજે 18 બીએમ 0777 ના ચાલક વિરુદ્ધ ફરિયાદમાં જણાવ્યું હતું કે બીએમસી વેસ્ટ ઝોન ઓફિસ સામે નમઃ હોસ્પિટલ નિચે પાર્કિંગ માં બેઠો હોય ત્યારે એક શખ્સ કાર નંબર જીજે 18 બીએમ 0777 લઈને પાર્કિંગ માં આવ્યો હતો અને ફરિયાદી અંકિત સાથે બાઈક દૂર લેવા મુદ્દે બોલાચાલી કરી અંકિત પર હુમલો કરી દિવાલ સાથે અથડાવી મૂંઢમાર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી ફરાર થઈ ગયો હતો આ અંગે ઇજાગ્રસ્ત એજન્ટ અંકિતે કાર ચાલક વિરુદ્ધ ડી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે

Exit mobile version