Site icon hindtv.in

મહુવા તાલુકામાં પૂર્વ તાલુકા પંચાયત ભાજપ પ્રમુખ પર હુમલો

મહુવા તાલુકામાં પૂર્વ તાલુકા પંચાયત ભાજપ પ્રમુખ પર હુમલો
Spread the love

મહુવા તાલુકામાં પૂર્વ તાલુકા પંચાયત ભાજપ પ્રમુખ પર હુમલો
ભાજપ દ્વારા ટિકિટ ન મળતા અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી

મહુવા તાલુકામાં પૂર્વ તાલુકા પંચાયત ભાજપ પ્રમુખ પર હુમલાની ઘટના સામે આવી છે

મહુવા તાલુકામાં પૂર્વ તાલુકા પંચાયત ભાજપ પ્રમુખ દુલાભાઈ ભાલીયાએ ભાજપ દ્વારા ટિકિટ ન મળતા અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. ચૂંટણી પરિણામમાં મહુવાની નૈપ બેઠક પરથી કનુભાઈ બાંભણીયા વિજેતા બન્યા બાદ રાત્રે વિજયોત્સવ ઉજવાઈ રહ્યો હતો આ દરમિયાન દુલાભાઈ ભાલીયાના ઘર બહાર ફટાકડા ફોડવામાં આવ્યા હતા. આરોપ મુજબ, તેઓ દરવાજો ખોલતા અજાણ્યા શખ્સોએ લોખંડના પાઇપથી તેમના પર હુમલો કર્યો હતો. ઘટના અંગે દુલાભાઈ ભાલીયાએ મહુવા ગ્રામ્ય પોલીસને જાણ કરી છે. પોલીસ દ્વારા અરજીના આધારે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે…

Exit mobile version