Site icon hindtv.in

સુરત ડિંડોલી વોર્ડ ઓફિસમાં સફાઈ કર્મચારી પર હુમલો

સુરત ડિંડોલી વોર્ડ ઓફિસમાં સફાઈ કર્મચારી પર હુમલો
Spread the love

સુરત ડિંડોલી વોર્ડ ઓફિસમાં સફાઈ કર્મચારી પર હુમલો
જૂના કામના વિવાદમાં ચાર સાથી કર્મચારીઓએ તીકમથી હુમલો કર્યો,

સુરતના ડિંડોલી વોર્ડ ઓફિસમાં સફાઈ કર્મચારીઓ વચ્ચેનો જૂનો કામનો વિવાદ ઉગ્ર બન્યો હોય તેમ ચાર સાથી કર્મચારીઓએ ભેગા મળી એક સફાઈ કર્મચારી પર તીકમથી હુમલો કરતા તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે.

સુરતના ડિંડોલી વોર્ડ ઓફિસમાં સફાઈ કર્મચારીઓ વચ્ચેના જૂના કામના વિવાદે અચાનક ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. મળતી માહિતી મુજબ, ચાર સાથી કર્મચારીઓએ ભેગા મળીને સફાઈ કર્મચારી જગદીશ દેવરે પર હુમલો કર્યો હતો. આ દરમિયાન જગદીશ દેવરેના માથાના ભાગે તીકમનો ઘા ઝીંકવામાં આવ્યો હતો. તીકમના પ્રહારથી તેઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. સાથે જ ઉચ્ચ અધિકારીઓએ પણ સમગ્ર મામલે તપાસ શરૂ કરી હતી. જૂના કામના વિવાદમાંથી થયેલી આ મારામારીને લઈને પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
હવે હુમલા પાછળનું ચોક્કસ કારણ શું હતું અને ઘટનામાં સંડોવાયેલા ચારેય કર્મચારીઓ સામે પોલીસ શું કાર્યવાહી કરે છે, તેના પર સૌની નજર છે.

Exit mobile version