Site icon hindtv.in

મોતીતળાવ વિસ્તારમાં યુવાન પર નાણાકીય લેવડદેવડ મામલે હુમલો

મોતીતળાવ વિસ્તારમાં યુવાન પર નાણાકીય લેવડદેવડ મામલે હુમલો
Spread the love

મોતીતળાવ વિસ્તારમાં યુવાન પર નાણાકીય લેવડદેવડ મામલે હુમલો
ગંભીર રીતે ઇજાગ્રસ્ત યુવાનને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો

ક્રાઈમ સીટી ભાવનગરમાં વધુ એક ગંભીર ગુનાનો બનાવ બનવા પામ્યો છે શહેરના કુંભારવાડા વિસ્તારમાં આવેલ મોતીતળાવ એરિયામાં સરા જાહેર એક યુવાન પર ચાર શખ્સોએ છરી વડે હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડતા ઇજાગ્રસ્ત યુવાનને સારવાર માટે સર ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે આ ઘટનાને પગલે સ્થળ પર લોકોના ટોળેટોળા એકઠા થયા હતા.

ભાવનગરમાં દિન પ્રતિદિન વધુને વધુ ગુનાના બનાવો બની રહ્યા છે ત્યારે દરરોજ નાના મોટા ગંભીર અપરાધના બનાવવો એ સભ્ય અને શિક્ષિત નાગરિકોની ચિંતામાં વધારો કર્યો છે શહેરના કરચલીયાપરાથી લઈને ખેડૂતવાસ, આડોડીયાવાસ સહિતના પછાત વિસ્તારોમાં દરરોજ કઈને કંઈ નાના મોટી ઘટનાઓ ઘટતી રહે છે ત્યારે કુંભારવાડા અને મોતીતળાવ વિસ્તારમાં પણ મારામારી લૂંટ છેડતી સહિતના બનાવો આમ થઈ પડ્યા છે. ત્યારે શહેરના મોતી તળાવ વિસ્તારમાં રહેતા એક બેરોજગાર યુવાન પર ચાર શખ્સોએ આર્થિક મામલે છરી વડે હુમલો કરતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત યુવાનને સારવાર અર્થે સર ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર અજય ધીરુભાઈ ચૌહાણ નામના 32 વર્ષની યુવાન ને આજ વિસ્તારમાં રહેતા કેટલાક માથાભારે શખ્સો સાથે આઈપીએલ ક્રિકેટ મેચ પર હાર-જીત અંગે રૂપિયા ૫,૦૦૦ ની શર્ત લગાવી હોય આ શર્ત ઈજાગ્રસ્ત હારી જતા હુમલાખોરોએ પઠાણી ઉઘરાણી શરૂ કરી હતી અને પૈસા ની મેટરને લઈને યુવાન પર હુમલો કરવામાં આવ્યો હોવાનું ઈજાગ્રસ્ત યુવાને જણાવ્યું હતું.

આજરોજ મોતીતળાવ શેરી નંબર ચાર પાસે આવેલ માઈ મોબાઈલ પાસે સરા જાહેર ચારેય શખ્સોએ અજય સાથે ઝઘડો કરી છરી વડે હુમલો કર્યો હતો આ હુમલામાં અજયને ગંભીર ઈજા પહોંચી છે અને તેને તત્કાલ સારવાર માટે સર્ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે આ બનાવની જાણ પોલીસને થતાં પોલીસ કાફલો પણ સ્થળ પર દોડી આવ્યો હતો અને તપાસ હાથ ધરી હતી સર્ટી હોસ્પિટલમાં પણ લોકોના ટોળેટોળા એકઠા થયા હતા ભાવનગરમાં ગંભીર ગુનાખોરીને નાથવામાં નિષ્ફળ નિવડેલી શહેર પોલીસ સભ્યને શિક્ષિત નાગરિકો માટે ગુનાખોરી પર લગામ લાવી શકશે કે કેમ ગુનેગારોમાં કાયદાની ફડક બેસાડી શકશે કે કેમ સહિતના સવાલો લોકમુખે ચર્ચાઈ રહ્યાં છે

Exit mobile version