Site icon hindtv.in

ભાવનગર રાણીકામાં વાહન ધીરે ચલાવવાનું કહેતા યુવાન પર હુમલો

ભાવનગર રાણીકામાં વાહન ધીરે ચલાવવાનું કહેતા યુવાન પર હુમલો
Spread the love

ભાવનગર રાણીકામાં વાહન ધીરે ચલાવવાનું કહેતા યુવાન પર હુમલો
મારામારીમાં ઇજાગ્રસ્ત કાકા ભત્રીજા
સારવાર અર્થે સર્ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા

ભાવનગર શહેરના રાણીકા વિસ્તારમાં વાહન ધીમે ચલાવવા મુદ્દે બોલાચાલીના અંતે થયેલી મારામારીમાં ઈજાગ્રસ્ત કાકા ભત્રીજાને સારવાર અર્થે સર્ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

ભાવનગર શહેરના રાણીકા વિસ્તારમાં વાહન ધીમે ચલાવવા મુદ્દે બોલાચાલી થતાં કાકા, ભત્રીજા અને યુવાનની પત્ની પર હુમલાખોરોએ હથિયારો વડે હુમલો કરી ઈજા પહોંચાડી જાનથી મારી નાંખવાની ધમકી આપતા ઈજાગ્રસ્ત કાકા ભત્રીજાને સારવાર અર્થે સર્ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. સમગ્ર બનાવ અંગે જાણવા મળતી વિગતો અનુસાર શહેરના રાણીકા વિસ્તારમાં આવેલ કંસારા શેરીમાં રહેતા અમન કરીમભાઈ મકીની શેરીમાં કેટલાક યુવાનો ઝડપે બાઈક, સ્કૂટર ચલાવતા હોય આ યુવાનોને અમને વાહન ધીમે ચલાવવા જણાવ્યું હતું. આ વાતને લઈને ઉશ્કેરાયેલ શખ્સોએ અમન સાથે બોલાચાલી કરી હતી અને તલવાર, છરી જેવા હથિયારો વડે હુમલો કરતા અમોને બચાવવા તેના કાકા તથા અમનની પત્ની વચ્ચે પડતા હુમલાખોરોએ તેને પણ માર્યો હતો જેમાં અમન તથા તેના કાકાને લોહિયાળ ઇજાઓ પહોંચી હોય સારવાર અર્થે સર્ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ અંગે ઇજાગ્રસ્ત અમન એ હુમલાખોરો વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા તજવિજ હાથ ધરી હતી..

Exit mobile version