સુરતના પાંડેસરા વિસ્તારમાં તબીબ પર હુમલો
ખાનગી હોસ્પિટલમાં દર્દીના સંબંધીએ હોબાળો મચાવ્યો
ડોક્ટરની ચેમ્બરમાં ઘુસી તબીબને માર્યા લાફા
દર્દીને દાખલ કરવા બાબતે મામલો ગરમાયો
તબીબ પર અપશબ્દો બોલવાનો આરોપ મૂકી માર માર્યો
સુરતમાં ફરી એક ડોક્ટર પર હુમલો કરાયો હોવાનો સામે આવ્યુ છે. ડોક્ટરની ચેમ્બરમાં ઘુસી માથાભારે ઈસમે લાફો માર્યો હોવાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે.
સુરતમાં ડોક્ટરો પર હુમલાની ઘટનાઓને લઈ અનેકવાર રજુઆતો કરાઈ હોવા છતા પણ આજે ડોક્ટરો પર હુમલાઓ થઈ રહ્યા છે. ત્યારે સુરતના પાંડેસરા પોલીસ મથક વિસ્તારમાં ખાનગી હોસ્પિટલ ચલાવતા ડોક્ટરને ત્યાં એક દર્દીને સારવર માટે ખસેડાયો હતો જ્યાં દર્દીના સંબંધીઓએ હોબાળો મચાવ્યો હતો અને એક માથાભારે ઈસમે ડોક્ટરની ચેમ્બરમાં ઘુસી જઈ ડોક્ટરને તમાચો મારી દીધો હતો જે ઘટના ત્યાં લાગેલા સીસીટીવીમાં પણ કેદ થઈ હોય જેને લઈ હાલ તો તબીબે પાંડેસરા પોલીસને જાણ કરતા પોલીસે ફરિયાદ લેવાની તજવીજ હાથ ધરી છે.

