Site icon hindtv.in

સુરતના પાલ વિસ્તારમાં 42 વર્ષીય યુવાનને એટેક

સુરતના પાલ વિસ્તારમાં 42 વર્ષીય યુવાનને એટેક
Spread the love

સુરતના પાલ વિસ્તારમાં 42 વર્ષીય યુવાનને એટેક
તબીબોએ મૃત જાહેર કરતા હાર્ટ એટેક આવ્યો હોવાની આશઁકા
નીરવ જરીવાલાની મોતથી પરિવારમાં શોકનો માહોલ

સુરતના પાલ વિસ્તારમાં રહેતા 42 વર્ષીય યુવાનને છાતીમાં દુખાવા બાદ હોસ્પિટલે ખસેડાયો હતો જ્યાં તબીબોએ મૃત જાહેર કરતા હાર્ટ એટેક આવ્યો હોવાની આશંકા વ્યક્ત કરાઈ રહી છે.

સુરતના પાલ વિસ્તારમાં આવેલ નક્ષત્ર એમ્બેસી ખાતે રહેતા 42 વર્ષે નીરવ જરીવાલાને અચાનક છાતીમાં દુખાવો થતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો. ત્યારે ટૂંકી સારવાર બાદ નીરવ જરીવાલાને સારવાર આપી રહેલ તબીબો દ્વારા મૃત જાહેર કરવામાં આવ્યો હતો. નિરવ જરીવાલાએ હાલ જ સીએ ની પરીક્ષા પાસ કરી હતી. છેલ્લા 15 વર્ષથી મહેનત કરતા હતા ઘરે બેઠા હતા તે દરમિયાન જ છાતીમાં દુખાવો થયો હતો. નીરવ જરીવાલાની મોતથી પરિવારમાં શોકનો માહોલ છવાયો છે તો પાલ પોલીસે મૃતકને પીએમ અર્થે મોકલી વધુ તપાસ હાથ ધરી છે.

Exit mobile version