માંડવી તાલુકામાં દીપડાનો હુમલો
કાછીયા બોરી ગામે દીપડાએ હુમલો કર્યો
નિમેષ બાબુ હળપતિના ઉપર દીપડાએ હુમલો કર્યો
સુરત જિલ્લાના માંડવી તાલુકામાં કાછીયા બોરી ગામે દીપડા દ્વારા માનવ પર હુમલો.
સુરત જિલ્લાના માંડવી તાલુકામાં કાછિયા બોરિ ગામે રહેતા દિપડો મરઘા ખાવાની લાલચમાં દોડી નિમેષભાઈ ના પાછળના ભાગે થી દરવાજો ખુલ્લો હોવાના કારણે રાત્રિના 3 થી 4વાગ્યાના સુમારે દીપડોઘરમાં ઘૂસી જવા પામેલ હતો. અને દીપડા દ્વારા નિમેષભાઈ બાબુભાઈ હળપતિ ઉંમર વર્ષ 58 પર હુમલો કરવામાં આવેલ હતો. જેમાં, માથાના ભાગે અને જમણા હાથે હુમલો કરેલ હતો. ઘટનાની જાણ થતા વન વિભાગની ટીમ ઘટના સાથે પહોંચી ગઈ હતી. તે દરમિયાન પ્રાથમિક સારવાર વખતે માંડવી સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવેલ હતા માંડવી થી રિફર કરાતા વન વિભાગની ટીમ દ્વારા માંડવી થી બારડોલી સરદાર સ્મારક હોસ્પિટલ ખાતે સીટી સ્કેન માટે લઈ જવાયા હતા. હાલમાં સરદાર હોસ્પિટલ ખાતે તેઓ સંપૂર્ણ ભાનમાં છે અને બોલે ચાલે છે. અને તેમની તબિયત સારી છે. વન વિભાગ દ્વારા ગામના ફરતે આવન જવાન ના રૂટ તાત્કાલિક અસરથી 5 પાંચ પિંજરા ગોઠવવાની કામગીરી કરવામાં આવી રહી છે
