સુરતમાં એટીએમ સેન્ટરમાં મદદના બહાને ઠગાઈ
એટીએમ કાર્ડ બદલી લઈ ચોરી ચુપીથી પાસવર્ડ જોઈ રૂપિયા ઉપાડ્યા
અનિલસિંહ કાલીયા તથા અનિલકુમાર ભગીરથી સરોજને યુપીથી ઝડપ્યા
સુરતમાં એટીએમ સેન્ટરમાં મદદના બહાને એટીએમ કાર્ડ બદલી લઈ ચોરી ચુપીથી પાસવર્ડ જોઈ રૂપિયા ઉપાડનાર ઠગોને ઉધના પોલીસે યુપીથી ઝડપી પાડ્યા છે.
સુરત પોલીસ કમિશનર તથા સંયુક્ત પોલીસ કમિશનર સેક્ટર 1, નાયબ પોલીસ કમિશનર ઝોન 2 અને ઈન્ચાર્જ મદદનીશ પોલીસ કમિશનર સી ડીવીઝનની સુચનાને લઈ ઉધના પીઆઈ એસએન દેસાઈ અને જેએસ ઝાંબરેની ટીમ પીએસઆઈ એમકે ઈશરાણીના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં હતી ત્યારે અહેકો કિરણ તથા ડાયાભાઈને મળેલી બાતમીના આધારે ઉધના રોડ નંબર 12 પર એસબીઆઈ બેંકના એટીએમમાં રૂપિયા ઉપાડવા ગયેલા ઈસમને મદદ કરવાના બહાને પાસવર્ડ ગુપ્ત રીતે જોઈ એટીએમ કાર્ડ બદલી રૂપિયા ઉપાડી લેનાર બે આરોપીઓ અનિલસિંહ કાલીયા તથા અનિલકુમાર ભગીરથી સરોજને યુપીના પ્રાયગરાજ તથા પ્રતાપગઢ ખાતેથી ઝડપી પાડી સ ુરત લાવી તેઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી.

