Site icon hindtv.in

માંડવી ભાજપ દ્વારા અટલબિહારીજીના શતાબ્દી વર્ષ ઉજવણી

માંડવી ભાજપ દ્વારા અટલબિહારીજીના શતાબ્દી વર્ષ ઉજવણી
Spread the love

માંડવી ભાજપ દ્વારા અટલબિહારીજીના શતાબ્દી વર્ષ ઉજવણી
ધારાસભ્ય કુંવરજી હળપતિના અધ્યક્ષતામાં પુષ્પાંજલિ, ફૂટ વિતરણ
સ્વચ્છતા અભિયાનના સેવાકીય કાર્યક્રમો કરાયા.

માંડવી નગર ભારતીય જનતા પાર્ટી દ્વારા પૂર્વ વડાપ્રધાન અટલજી વાજપેયી જી શતાબ્દી વર્ષ નિમિત્તે ધારાસભ્ય કુંવરજી હળપતિના અધ્યક્ષતામાં પુષ્પાંજલિ, ફૂટ વિતરણ તથા સ્વચ્છતા અભિયાનના સેવાકીય કાર્યક્રમો કરાયા.

માંડવી નગર ભાજપ દ્વારા આદરણીય પૂર્વ વડાપ્રધાન અટલબિહારીના જન્મદિનની શતાબ્દી વર્ષ અને સુશાસન દિવસ તરીકે પૂર્વમંત્રી અને ધારાસભ્ય કુવરજી હળપતિની અધ્યક્ષતામાં વિવિધ સેવાકીય કાર્યો કરવામાં આવ્યા હતા. જેમાં અટલ બિહારી બાજપાઈની તસવીરને પુષ્પાંજલિ નગરના તમામ બૂથમાં કરવામાં આવી હતી, તેમજ માંડવી સરકારી હોસ્પિટલ ખાતે દર્દીઓને ફૂટ વિતરણની કીટ અર્પણ કરી તેમની શુભેચ્છા મુલાકાત લીધી હતી અને તેમને વહેલા સાજા થવાની શુભેચ્છા પાઠવી હતી તેમજ સરકારી હોસ્પિટલ ખાતે ધારાસભ્ય કુંવરજી હળપતિ, જિલ્લા મંત્રી આશિષ ઉપાધ્યાય, નગર ભાજપ પ્રમુખ પ્રિતેશ રાવળ તેમજ પાલિકા પ્રમુખ નિમેષ શાહ, મહામંત્રી શાલિનઈ શાહ, શાસક પક્ષના નેતા ધર્મેન્દ્રસિંહ મહિડા તથા નગર સંગઠનના હોદ્દેદારોતથા પાલિકાના હોદ્દેદારો કાર્યકરો ઉપસ્થિત રહી સ્વચ્છતા અભિયાન કરવામાં આવ્યું હતું. વિવિધ સેવાકીય કાર્યો કર્યાં હતા તેમજ સાંજે 6:00 કલાકે ક્લિપનું ટીવીના માધ્યમથી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું ઉદબોદન નિહાળવામાં આવશે. સ્થળ સુપડી ચાર રસ્તા પાસે, જેનો લાભ મોટી સંખ્યામાં લેવા વિનંતી…

Exit mobile version