Site icon hindtv.in

સુરત રેલવે સ્ટેશન પરટીઆરબી જવાનોની સતર્કતાથી મહિલાની પ્રસૂતિ કરાવાઈ

સુરત રેલવે સ્ટેશન પરટીઆરબી જવાનોની સતર્કતાથી મહિલાની પ્રસૂતિ કરાવાઈ
Spread the love

સુરત રેલવે સ્ટેશન પરટીઆરબી જવાનોની સતર્કતાથી મહિલાની પ્રસૂતિ કરાવાઈ
ટ્રાફિક પોલીસ ચોકીમાં જ બાળકીનો જન્મ
રેલવે મેડિકલ ઓફિસરની મદદથી માતા-બાળકીનો બચાવ થયો

સુરત રેલવે સ્ટેશન પર માનવતાનું ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યુ હતું. જેમાં રેલ્વે સ્ટેશન પર એક ગર્ભવતી મહિલાને અચાનક પ્રસૂતિની પીડા ઉપડતા ટીઆરબી જવાનોએ ટ્રાફિક પોલીસ ચોકીમાં જ તાત્કાલિક રેલ્વેમાંથી મેડિકલ ઓફિસરની મદદ લીધી હતી જેને લઈ સ્થળ પર જ બાળકીનો જન્મ થયો હતો.

સુરત રેલવે સ્ટેશન પાસે આવેલી ટ્રાફિક પોલીસ ચોકી નજીક એક ગર્ભવતી મહિલા અમલાબેન બળવંતભાઈ વસોનીયાને અચાનક પ્રસૂતિની પીડા શરૂ થઈ હતી. જેની જાણ થતા ટીઆરબી પ્રવીણભાઈ જગદીશભાઈ અને તેમના સાથીદારો રાહુલભાઈ, મેહુલભાઈ તથા મિથુનભાઈએ તાત્કાલિક મદદ કરી એમ્બ્યુલન્સને જાણ કરી હતી. જો કે એમ્બ્યુલન્સ આવવામાં વિલંબ થતાં મહિલાને ટ્રાફિક પોલીસ ચોકીમાં લઈ ગયા હતા અને રેલવે મેડિકલ ઓફિસરને સ્થળ પર બોલાવવામાં આવ્યા હતા. મેડિકલ ઓફિસરની દેખરેખ હેઠળ ચોકીમાં જ ગર્ભવતી મહિલાની પ્રસૂતિ કરાવવામાં આવી હતી. જ્યાં અમલાબેને સ્વસ્થ બાળકી માટે જન્મ આપ્યો હતો. સમગ્ર ઘટનામાં પોલીસ અને રેલવે સ્ટાફની સમયસૂચક કામગીરીથી માતા અને નવજાતને તાત્કાલિક મદદ મળી હોય લોકોએ ટીઆરબી જવાનોની કામગીરીની સરાહના કરી હતી.

Exit mobile version