Site icon hindtv.in

સુરત શહેરમાં પૂરથી અસરગ્રસ્ત પરિવારોને સહાય

સુરત શહેરમાં પૂરથી અસરગ્રસ્ત પરિવારોને સહાય
Spread the love

સુરત શહેરમાં પૂરથી અસરગ્રસ્ત પરિવારોને સહાય
સુરત શહેરના 6 તાલુકાઓમાં કુલ 50 ટીમો સતત મેદાનમાં
માત્ર બે દિવસમાં 2500 પરિવારોને આશરે દોઢ કરોડ રૂપિયાની સહાય

સુરત શહેરમાં પૂરથી અસરગ્રસ્ત પરિવારોને સહાય પહોંચાડવાની કામગીરી તેજ ગતિએ ચાલી રહી હોય તેમ માત્ર બે દિવસમાં 2500 પરિવારોને આશરે દોઢ કરોડ રૂપિયાની સહાય ચૂકવવામાં આવી હોવાનું જાણવા મળ્યુ છે.

સુરત શહેરમાં તાજેતરના પૂર બાદ થયેલા નુકસાનને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક સર્વે અને સહાય વિતરણની કામગીરી હાથ ધરવામાં આવી હતી. છેલ્લા બે દિવસમાં 2500 પરિવારોને અંદાજે 1.50 કરોડ રૂપિયાની કેશડોલ અને ઘરવખરી સહાય ચૂકવવામાં આવી હોવાનું જણાવાયુ હતું. હાલ પણ શહેરના બાકી રહેલા વિસ્તારોમાં સર્વેની કામગીરી ચાલુ છે અને સર્વે પૂર્ણ થતાં જ પાત્ર લાભાર્થીઓને સહાય ચૂકવવામાં આવશે. સુરત શહેરના 6 તાલુકાઓમાં કુલ 50 ટીમો સતત મેદાનમાં રહી નુકસાનનો સર્વે કરી રહી છે.

Exit mobile version