Site icon hindtv.in

સુરતમાં કેટલાક વિસ્તારમાં અશાંત ધારો લાગુ

સુરતમાં કેટલાક વિસ્તારમાં અશાંત ધારો લાગુ
Spread the love

સુરતમાં કેટલાક વિસ્તારમાં અશાંત ધારો લાગુ
અશાંત ધારો લાગુ હોવા છતા કલેકટરાલયના પ્રાંત વિભાગમાં ગેરરીતિ
નવાપુરા વિસ્તારના રાણા સમાજના લોકો કલેકટરાલયે પહોંચ્યા

સુરતમાં કેટલાક વિસ્તારમાં અશાંત ધારો લાગુ હોવા છતા કલેકટરાલયના પ્રાંત વિભાગમાં ગેરરીતિ કરાતી હોવાના આક્ષેપ સાથે સુરતના નવાપુરા વિસ્તારના રાણા સમાજના લોકો દ્વારા ધારાસભ્યની આગેવાનીમાં કલેકટરાલયે પહોંચી આવેદન પત્ર આપી વિરોધ નોંધાવાયો હતો.

સુરતમાં અશાંત ધારાનો ઉલ્લંઘન કરાતો હોવાના અનેક કિસ્સાઓ પ્રકાશમાં આવી ચુક્યા છે. ત્યારે સુરતમાં રાણા સમાજ બહુમતી ધરાવતા નવાપુરા વિસ્તારમાં અશાંતધારા બાબતે સુરત કલેક્ટર પ્રાંત વિભાગ દ્વારા કરવામાં આવેલી ગેરરીતિ બાબતે સુરત પૂર્વ વિધાનસભાના ધારાસભ્ય અરવિંદભાઈ રાણા તેમ રાણા સમાજની વિવિધ સંસ્થાઓના આગેવાનો, નવાપુરા વિસ્તારના રહીશો અને સ્થાનિક કોર્પોરેટરો સાથે મળીને સુરત કલેકટરાલયે રજુઆત કરવા પહોંચ્યા હતા અને આવેદન પત્ર આપ્યા બાદ રાણા સમાજ દ્વારા વિરોધ નોંધાવાયો હતો. તો અશાંતધારામાં થઈ રહેલી ગેરરિતી અંગે ધારાસભ્ય અરવિંદ રાણાએ મીડિયા સમક્ષ માહિતી આપી હતી.

Exit mobile version