Site icon hindtv.in

થર્મલ પાવર પ્લાન્ટમાં ભ્રષ્ટાચારનો ‘રાખ’ ખેલ

થર્મલ પાવર પ્લાન્ટમાં ભ્રષ્ટાચારનો 'રાખ' ખેલ
Spread the love

થર્મલ પાવર પ્લાન્ટમાં ભ્રષ્ટાચારનો ‘રાખ’ ખેલ
ઓવરલોડ ટ્રકો પર CISFની રહેમનજર કે મિલીભગત ?

થર્મલ પાવર પ્લાન્ટમાંથી નીકળતી ફ્લાય એશ (રાખ)ની ટ્રકોને લઈને ગંભીર સવાલો ઉઠી રહ્યા છે. એક તરફ પર્યાવરણના નિયમોના ધજાગરા ઉડી રહ્યા છે, તો બીજી તરફ વજનકાંટાને ઠેંગો બતાવીને ઓવરલોડ ટ્રકો બેફામ દોડી રહી છે. સૌથી આશ્ચર્યજનક બાબત તો એ છે કે, સુરક્ષાની જવાબદારી સંભાળતી CISFની હાજરી હોવા છતાં આ ગેરકાયદેસર પ્રવૃત્તિ કેમ રોકાતી નથી ?

સામાન્ય રીતે પાવર પ્લાન્ટમાંથી નીકળતી દરેક ટ્રકનું વજન થવું અનિવાર્ય છે, પરંતુ સ્થાનિક સ્તરેથી મળતી માહિતી મુજબ, ઘણી ગાડીઓ કોઈ પણ વજન કરાવ્યા વગર જ બહાર નીકળી જાય છે. ઓવરલોડ ટ્રકો સીધી જ તળાવ (એશ પોન્ડ) વિસ્તાર તરફ રવાના થઈ જાય છે, જે આ સમગ્ર પ્રક્રિયામાં મોટા કૌભાંડની આશંકા જન્માવે છે. પ્લાન્ટના ગેટ પર તૈનાત CISF જવાનોની મુખ્ય જવાબદારી ગેરકાયદેસર અવરજવર રોકવાની છે. તેમ છતાં, ઓવરલોડ ટ્રકોનું બેરોકટોક નીકળવું એ અનેક તર્ક-વિતર્કને જન્મ આપે છે. શું CISF જવાનોને આ ઓવરલોડ ટ્રકો દેખાતી નથી ? શું ઉપરથી કોઈ ‘મજબૂત સેટિંગ’ છે જેના કારણે જવાનો પણ આંખ આડા કાન કરે છે ? વજન કરાવ્યા વગર ગાડીઓ નીકળે છે, તો તેના માટે જવાબદાર અધિકારીઓ કોણ છે ? ઓવરલોડ ભરેલી આ ટ્રકો માત્ર નિયમોનો ભંગ નથી કરતી, પરંતુ માર્ગો પર અકસ્માતોનું જોખમ પણ વધારે છે અને પર્યાવરણને પણ નુકસાન પહોંચાડે છે. વજનના માપદંડોને નેવે મૂકીને ચાલતું આ નેટવર્ક કોના ઈશારે ચાલે છે? શું આમાં પ્લાન્ટના જવાબદાર અધિકારીઓ અને ટ્રાન્સપોર્ટરોનું કોઈ અંદરખાને મિલિભગત છે? આ સમગ્ર મામલો માત્ર વહીવટી ગેરરીતિ નથી, પરંતુ એક મોટું આર્થિક કૌભાંડ હોવાની પણ શક્યતા છે. જો તાત્કાલિક અસરથી આ મામલે તપાસ કરવામાં આવે, તો અનેક મોટા માથાઓના ચહેરા બેનકાબ થઈ શકે તેમ છે. શું તંત્ર આ ગેરકાયદેસર ‘એશ માફિયાઓ’ સામે કાર્યવાહી કરવાની હિંમત દાખવશે? વજનકાંટાના આંકડાઓ સાથે ચેડાં કોણ કરી રહ્યું છે? CISFની ભૂમિકા શંકાસ્પદ કેમ છે? શું આ ઓવરલોડિંગ પાછળ લાખોનો ભ્રષ્ટાચાર છુપાયેલો છે?….

Exit mobile version