Site icon hindtv.in

નવસારી મહાનગરપાલિકામાં 11 જેટલી કમિટીઓની નિમણૂક કરવામાં આવી

નવસારી મહાનગરપાલિકામાં 11 જેટલી કમિટીઓની નિમણૂક કરવામાં આવી
Spread the love

નવસારી મહાનગરપાલિકામાં 11 જેટલી કમિટીઓની નિમણૂક કરવામાં આવી
મહાનગરપાલિકા સંશોધન કરીને 11 મી ફંડ કમિટી બનાવી

નવસારી મહાનગરપાલિકા બન્યા બાદ સામાન્ય ચૂંટણી થઈ અને ભારતીય જનતા પાર્ટીએ 52 માંથી 50 બેઠકો જીતીને મેયર બનાવ્યા છે માત્ર બે બેઠકો પર કોંગ્રેસ જીતી શકે છે. મહાનગરપાલિકાના મહત્વના હોદ્દાઓ બાદ હવે 11 જેટલી કમિટીઓની નિમણૂક કરવામાં આવી છે

નવસારી શહેરને વિકાસની દિશા દશા નક્કી થઈ શકે અને શહેરનો ખૂબ વ્યવસ્થિત વિકાસ થઈ શકે એના માટે 11 જેટલી કમિટીઓ બનાવવામાં આવી છે. મહાનગરપાલિકા સંશોધન કરીને 11 મી ફંડ કમિટી બનાવી છે જેમાં મહાનગરપાલિકાના મેયરના ચેરમેન રહેશે અને એની સાથે કમિશનર ડેપ્યુટી કમિશનર અને સાથે ત્રણ જેટલા સભ્યો બનાવવામાં આવ્યા છે જેનાથી નવસારી શહેરના વિવિધ પ્રોજેક્ટ આયોજનની ભૂમિકા નક્કી કરશે..નવસારી મહાનગર પાલિકાની વિવિધ સમિતિઓની થઈ રચના થઇ છે,

મહાનગર પાલિકાની વિશેષ સામાન્ય સભામાં કુલ 11 સમિતિઓની રચના થઈ છે આ તમામ સમિતિઓમાં કુલ 7-7 સભ્યોનો કરવામાં સમાવેશ કરવામાં આવ્યો છે. મહાનગર પાલિકાની જાહેર બાંધકામ સમિતિના ચેરમેન પદે સુનિલ લાંજેવારની નિયુકિત કરી છે, વોટર વર્ક્સ સમિતિના ચેરમેન પદે દિવ્યકાંત પનારા અને નગર નિયોજક સમિતિ પડે રૂપેશ શાહની વરણી કરવામાં આવી છે જયારે ડ્રેનેજ સમિતિમાં રાકેશ પટેલ, કાયદા સમિતિમાં કિરણબેન બલ્લા, સ્ટાફ સિલેક્શનમાં કૃતિકા પાટીલ, ગાર્ડન સમિતિમાં જ્યોત્સના પ્રજાપતિ, સમાજ કલ્યાણમાં પરેશ ભારતીય, લાઈટ એન્ડ ફાયરમાં રોશન વાધવાની, ગૃહ નિર્માણમાં વિજય રાઠોડ અને આરોગ્યમાં રીટા પટેલની વરણી કરાય છે

Exit mobile version