Site icon hindtv.in

અરવલ્લી જિલ્લા ઠેર ઠેર વરસાદી માહોલ

અરવલ્લી જિલ્લા ઠેર ઠેર વરસાદી માહોલ
Spread the love

અરવલ્લી જિલ્લા ઠેર ઠેર વરસાદી માહોલ
હવામાન વિભાગ દ્વારા આપવામાં આવ્યું છે ઓરેન્જ એલર્ટ
મેઘરજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ
વરસાદને કારણે નદી નાળા, ચેકડેમ છલકાયા
વરસાદ ને લઇ ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી

અરવલ્લી જિલ્લામાં હવામાન વિભાગની આગાહી મુજબ વરસાદી માહોલ જામ્યો છે. મેઘરજ અને મોડાસા વિસ્તારમાં રાત્રિ દરમિયાન ધોધમાર વરસાદ નોંધાયો છે.

મેઘરજના ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારથી વરસાદનો દોર શરૂ થયો છે. અંતરિયાળ વિસ્તારોમાં આવેલા ઇસરી, રેલાવાડા, તરકવાડા અને જીતપુર પંથકમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ખેડૂતો માટે આ વરસાદ આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યો છે.સમયસર આવેલા આ વરસાદથી ખેડૂતોમાં રાહતની લાગણી જોવા મળી રહી છે.અરવલ્લી હિતેન્દ્ર પટેલ

Exit mobile version