અરવલ્લી ભિલોડાનો સુનસર ધોધ ફરી બન્યો જીવંત…
સુનસર ગામનો પ્રસિદ્ધ ધોધ ફરી એકવાર જીવંત બન્યો
ઉત્તર ગુજરાતનું મિની કાશ્મીર તરીકે ઓળખાય છે આ સ્થળે
અરવલ્લી જિલ્લામાં છેલ્લા ચાર દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે. ભિલોડા વિસ્તારમાં 3 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. આ વરસાદના કારણે સુનસર ગામનો પ્રસિદ્ધ ધોધ ફરી એકવાર જીવંત બન્યો છે.
ભિલોડાથી પશ્ચિમ દિશામાં 10 કિલોમીટર દૂર આવેલા સુનસર ગામમાં ધરતી માતાના મંદિર નજીક આ ધોધ આવેલો છે. 200 ફૂટની ઊંચાઈએથી પડતો આ ધોધ દર ચોમાસે પ્રવાસીઓનું આકર્ષણનું કેન્દ્ર બને છે. ઉત્તર ગુજરાતનું મિની કાશ્મીર તરીકે ઓળખાતા આ સ્થળે આજે મોટી સંખ્યામાં સહેલાણીઓની ભીડ જામી હતી. ભારે વરસાદને પગલે ભિલોડાનો સુનસર ધોધ ફરી જીવંત બન્યો છે. ભિલોડામાં ભારે વરસાદ ખાબકતા સિઝનમાં પ્રથમવાર આટલો આહલાદક નજારો જોવા મળ્યો હતો. ધરતી માતાના મંદિર પાસે આવેલા ડુંગર પરથી સુનસર ધોધ વહે છે. ધોધ જીવંત બનતા કુદરતના ખોળે નયનરમ્ય દ્રશ્યો જોવા મળ્યા હતા. અરવલ્લી, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ અને મહેસાણા સહિત સમગ્ર ઉત્તર ગુજરાતમાંથી લોકો આ નયનરમ્ય દૃશ્યનો આનંદ માણવા આવી રહ્યા છે. ધોધનું પાણી જાણે કુદરતનો અભિષેક કરી રહ્યું હોય તેવા અદભુત દૃશ્યો જોવા મળી રહ્યા છે…કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

