Site icon hindtv.in

અરવલ્લી : ભારતીય કિસાન સંઘએ જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવ્યું

અરવલ્લી :  ભારતીય કિસાન સંઘએ જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવ્યું
Spread the love

અરવલ્લી : ભારતીય કિસાન સંઘએ જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવ્યું
પશુપાલકોને ભાવ વધારો ચૂકવવા તથા પશુપાલક પર થયેલ કેસ પરત ખેંચવા રજૂઆત
ટીયર ગેસના ગૂંગળામણથી શહીદ થયેલ પશુપાલક પરિવારને યોગ્ય વળતરની માંગ

સાબરડેરી હિંમતનગર દ્વારા પશુપાલકોને બાકી રહેલા ભાવ વધારો ચૂકવવા તથા પશુપાલક પર થયેલ કેસ પરત ખેંચવા ભારતીય કિસાન સંઘ અરવલ્લી દ્વારા જિલ્લા કલેકટરને આવેદન પત્ર આપીને રજૂઆત કરી હતી.

આવેદનમાં જણાવ્યા મુજબ સાબર ડેરી હિંમતનગર દ્વારા પશુપાલકોને જે ભાવ વધારો ચૂકવવામાં આવ્યો છે તે અપૂરતો છે તો સત્વરે પશુપાલકોને પૂરતો ભાવ વધારો ચૂકવવામાં આવે તેમજ 14 જુલાઈના રોજ જે પશુપાલકો ભાવ વધારાના મુદ્દે સાબર ડેરી ગયા હતા તેમણે પોલીસ દ્વારા ધરપક કરી તેમના પર કેસ કરવામાં આવ્યો છે. તે પરત ખેંચી પશુપાલકોને છૂટા કરવામાં આવે તેમ જ ટીયર ગેસના ગૂંગળામણ થી શહીદ થયેલ પશુપાલક પરિવારને યોગ્ય ન્યાયિક વળતર મળે તેવી ભારતીય કિસાન સંઘ અરવલ્લી જિલ્લાની માંગ સાથે જિલ્લા કલેકટરને પત્ર આપીને રજૂઆત કરી હતી.

Exit mobile version