Site icon hindtv.in

નવસારીમાં સંત રવિદાસ મહારાજ કલશ રથનું આગમન

નવસારીમાં સંત રવિદાસ મહારાજ કલશ રથનું આગમન
Spread the love

નવસારીમાં સંત રવિદાસ મહારાજ કલશ રથનું આગમન
૬૫૦ મી જન્મજયંતિ નિમિત્તે કલશ રથનું આગમન

નવસારી જિલ્લામાં સંત શિરોમણિ શ્રી રવિદાસ મહારાજની ૬૫૦મી જન્મજયંતિ નિમિત્તે કલશ રથનું આગમન થયું હતું. વીરવાડી હનુમાનજી મંદિર, ધારાગીરી ખાતે માજી મંત્રીશ્રી આત્મારામભાઈ પરમારના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સંયોજક શ્રી સુરેશભાઈ મકવાણા, જિલ્લા અધ્યક્ષ શ્રી ભૂરાભાઈ શાહ, મેયર શ્રી અશોકભાઈ ધોરાજિયા સહિત વિવિધ મંડળોના આગેવાનો, કાર્યકર્તાઓ અને સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે સંત રવિદાસ મહારાજના જીવન અને સમાજ માટેના યોગદાનને યાદ કરી તેમના સમાનતા, ભાઈચારો અને સામાજિક એકતાના સંદેશને જન-જન સુધી પહોંચાડવાનો સંકલ્પ કરવામાં આવ્યો હતો. નવસારી જિલ્લાના વિવિધ મંડળો અને વિસ્તારોમાં કલશ રથનું પરિભ્રમણ કરવામાં આવશે તેમજ વિવિધ સ્થળોએ તેનું સ્વાગત કરવામાં આવશે. આ યાત્રા દ્વારા સંત રવિદાસ મહારાજના વિચારો અને આદર્શો અંગે જાગૃતિ ફેલાવી સમાજમાં એકતા, સમરસતા અને ભાઈચારાનો સંદેશ પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવશે.

Exit mobile version