Site icon hindtv.in

બગસરાના સાપર ગામમાં બહેનની હત્યા કરનાર ભાઈની ધરપકડ

બગસરાના સાપર ગામમાં બહેનની હત્યા કરનાર ભાઈની ધરપકડ
Spread the love

બગસરાના સાપર ગામમાં બહેનની હત્યા કરનાર ભાઈની ધરપકડ
આરોપી નરેશ ચૌહાણે સગી બહેન ગીતાબેનની છરી વડે હત્યા કરી નાખી
મૃતકના દીકરા હાર્દિક અને આરોપીની દીકરી ખુશી વચ્ચે પ્રેમ સંબંધ હતો.

અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના સાપર ગામમાં હત્યાનો બનાવ બન્યો હતો. આરોપી નરેશ ચૌહાણે પોતાની સગી બહેન ગીતાબેનની છરી વડે હત્યા કરી નાખી છે. પોલીસે આરોપીની ધરપકડ કરી છે અને રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.

અમરેલીમાં સાપર ગામના મૃતક ગીતાબેનનો દીકરો હાર્દિક અને આરોપીની દીકરી ખુશી વચ્ચે પ્રેમ સંબંધ હતો. હાર્દિક ખુશીને લઈને ભાગી જતાં આરોપી નરેશ ચૌહાણ ગુસ્સે થયા હતા. તેઓ સાપર ગામમાં અરવિંદ બચુભાઇ રાઠોડના ઘરે પહોંચ્યા અને દીવાલ કૂદીને અંદર પ્રવેશ્યા હતા. ત્યારબાદ ગીતાબેન સાથે ઉગ્ર બોલાચાલી કરી છરી વડે હુમલો કર્યો હતો. વચ્ચે પડેલા ગીતાબેનના સાસુને પણ છરીના ઘા મારવામાં આવ્યા હતા, જેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. એ.એસ.પી.જયવીર ગઢવીએ જણાવ્યું હતું કે, બગસરા પોલીસ સ્ટેશનના સાપર ગામમાં હત્યાની ઘટના બની હતી. ફરિયાદીના દીકરા દ્વારા આરોપીની દીકરીને ભગાડી જતા આરોપીને સારું નહીં લાગતા ઘરે આવી આરોપીએ તેમની બહેનને છરી વડે ઘા મારી હત્યા કરી હતી. વચ્ચે આવતા સાસુ પર પણ હુમલો કર્યો હતો. હાલ આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ઘટનાના સાક્ષી કાળુભાઈ મકવાણાના જણાવ્યા મુજબ, તેઓ ત્યારે ઘરમાં હાજર હતા. આરોપીએ પહેલા ડેલી પર પાટા માર્યા અને પછી દીવાલ કૂદીને અંદર પ્રવેશ કર્યો હતો. તેમણે હત્યા થતી જોઈ હતી પરંતુ આરોપી તેમની સામે થતાં તેઓ ત્યાંથી નીકળી ગયા હતા. બગસરા પોલીસે આ મામલે હત્યાનો ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી લીધી છે. એએસપી જયવીર ગઢવી સહિતની ટીમે ઘટનાસ્થ ળની મુલાકાત લીધી હતી. પોલીસે આરોપી વિરુદ્ધ કાયદેસરનીકાર્યવાહી શરૂ કરી છે અને રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે. ..કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Exit mobile version