દાહોદમાં સસ્ત્ર પૂજાનું આયોજન કરાયું
અખિલ ભારતીય હિન્દુ મહાસભા દ્વારા શસ્ત્ર પુજા કરવામાં આવી
મોટી સંખ્યામાં હિન્દુ આગેવાનો અને આમ નાગરિકો જોડાયા હતા
સનાતન દેવાલય ખાતે શસ્ત્ર પૂજા કરવામાં આવી હતી
સનાતન દેવાલય ખાતે અખિલ ભારતીય હિન્દુ મહાસભા દ્વારા સસ્ત્ર પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં લોકો મોટી સંખ્યામાં શસ્ત્ર પૂજામાં જોડાયા હતા, હિન્દુ આગેવાનો સહિત, સંઘના સ્વયંસેવકો પણ આ પૂજામાં જોડાયા હતા
અખિલ ભારતીય હિન્દુ મહાસભા દ્વારા શસ્ત્ર પૂજા કરવામાં આવી શારદીય નવરાત્રિ વિજયાદશમી સાથે સમાપ્ત થાય છે. નવ દિવસ શક્તિની પૂજા- આરાધના કર્યા પછી દશમી તિથિ ખૂબ જ ખાસ માનવામાં આવે છે. દેશના વિવિધ રાજ્યોમાં દશેરા પર્વ પર શસ્ત્રોની પૂજાનું વિશેષ મહત્ત્વ રહેલું છે. આ પરંપરામાં વાહનો અને આજીવિકામાં ઉપયોગમાં લેવાતા સાધનોની પૂજા કરવાની પરંપરા છે, જેને આયુધ પૂજા પણ કહેવામાં આવે છે. ત્યારે અખિલ ભારતીય હિન્દુ મહાસભા દાહોદ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું, સનાતન દેવાલય ખાતે આસસ્થ પૂજા રાખવામાં આવી હતી જેમાં આસપાસના વિસ્તારના તેમજ હિન્દુ આગેવાનો નગરપાલિકા કાઉન્સલરો, ઉપપ્રમુખ શ્રદ્ધાબેન ભળંગ, ઉપસ્થિત રહ્યા હતા તેમજ મોટી સંખ્યામાં આમ નાગરિકો પણ આ પૂજામાં જોડાયા હતા, ધાર્મિક માન્યતા મુજબ આ દિવસે શસ્ત્રોની પૂજા કરવાથી માતા દેવીનો આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને આખા વર્ષ દરમિયાન ઘરમાં સુખ અને સમૃદ્ધિ જળવાઈ રહે છે. આ વર્ષે નવરાત્રિનો તહેવાર પૂરા 10 દિવસનો છે. તો ત્યારે શસ્ત્ર પૂજા કરી માતાના આશીર્વાદ મેળવ્યા હતા..

