Site icon hindtv.in

તાપીમાં હથિયારના જોરે લૂંટ ચલાવતી ગેંગનો પર્દાફાશ,

તાપીમાં હથિયારના જોરે લૂંટ ચલાવતી ગેંગનો પર્દાફાશ,
Spread the love

તાપીમાં હથિયારના જોરે લૂંટ ચલાવતી ગેંગનો પર્દાફાશ,
13 થી વધુ ગુનાઓમાં સંડોવાયેલ આરોપીઓ જેલના સળિયા પાછળ
ગુનામાં વપરાયેલ બાઇક સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો

તાપી જિલ્લાની એલ.સી.બી. અને પેરોલ ફ્લો સ્કોડની ટીમે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને લૂંટના ગંભીર ગુનાનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલી નાખ્યો છે. પોલીસે બે રીઢા ગુનેગારોની ધરપકડ કરી તેમની પાસેથી લૂંટમાં ગયેલ રોકડ રકમ અને ગુનામાં વપરાયેલ બાઇક સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

થોડા સમય અગાઉ સોનગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં હથિયારો સાથે એક ગેંગે રાહદારીઓને આંતરી, માર મારી અને ધાક-ધમકી આપી લૂંટ ચલાવી હતી. આ ગંભીર ગુનાની તપાસમાં લાગેલી પોલીસ ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી બે શખ્સોને દબોચી લીધા હતા. ઝડપાયેલ આરોપીઓ ૧. દિપક દિનેશભાઈ વસાવા – ૨. ભાવેશ ભગુભાઈ વસાવામાં છે, લૂંટમાં ગયેલ રોકડ રકમ 30,200, આરોપીઓના 2 મોબાઈલ ફોન રૂપિયા 55,00 અને ગુનામાં વપરાયેલ હીરો સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ (GJ-16-EF-8456) કિંમત 35,000 સહીત કુલ મુદ્દામાલ 70,700 રિકવર કરેલ છે.

પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે પકડાયેલ આરોપીઓ રીઢા ગુનેગાર છે. દિપક વસાવા વિરુદ્ધ વાલિયા, ઉમરપાડા, રાજપારડી, માંગરોળ, બારડોલી, સાગબારા અને વાલોડ જેવા અલગ-અલગ પોલીસ સ્ટેશનોમાં ૧૩ થી વધુ લૂંટ, ચોરી અને મારામારીના ગુનાઓ નોંધાયેલા છે.અને ભાવેશ વસાવા વિરુદ્ધ પણ વાલિયા, બારડોલી, સાગબારા અને માંડવી પોલીસ સ્ટેશનમાં ૪ જેટલા ગુનાઓ નોંધાયેલા છે….

Exit mobile version