Site icon hindtv.in

ગારીયાધારમાં ખેડૂત પર હથિયાર વડે હુમલો

ગારીયાધારમાં ખેડૂત પર હથિયાર વડે હુમલો
Spread the love

ગારીયાધારમાં ખેડૂત પર હથિયાર વડે હુમલો
બકરા ખેતરમાંથી બહાર લઈ જવા કહેતા ખેડૂત પર હુમલો
ખેડૂતને હથિયારથી માર મારી જાનથી મારી નાખવાની ધમકી

ભાવનગર જિલ્લાના ગારીયાધાર તાલુકાના રતનવાવ ગામની સીમમાં ખેતરમાં બકરા ચરાવવા આવેલ શખ્સને તેના પશુઓ ખેતર બહાર લઈ જવા જણાવતા ઉષ્કેરાયેલ શખ્સ તેના પુત્ર અને એક અજાણ્યા શખ્સ સહિત ત્રણ વ્યક્તિઓએ ખેડૂત પર હથિયાર વડે હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપતા આ અંગે ગારીયાધાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

સમગ્ર બનાવ અંગે જાણવા મળતી વિગતો અનુસાર ગારીયાધાર શહેરમાં શક્તિ પ્લોટ વિસ્તારમાં રહેતા અને ગારીયાધાર ના રતનવાવ રોડ પર ખેતીની જમીન ધરાવતા જીગ્નેશ ભીમજીભાઇ કાત્રોડીયા/પટેલ એ ગારીયાધાર માં આવેલ ખોડીયાર નગરમાં રહેતા લાલજી દેવીપુજક તથા તેના મોટા પુત્ર અને એક અજાણ્યા શખ્સ વિરુદ્ધ ગારીયાધાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ગઈકાલે લાલજી દેવીપુજક તેનો પુત્ર તથા એક અજાણ્યો શખ્સ મળી ત્રણ વ્યક્તિ ફરિયાદી જીગ્નેશ ની વાડીમાં બકરા ચરાવવા માટે આવ્યા હતા એ દરમિયાન જીગ્નેશ એ લાલજીને તેના બકરા ખેતર બહાર ચરાવવા જવાનું કહેતા આ વાતને લઈને ઉશ્કેરાયેલ લાલજી તથા તેના પુત્ર અને અજાણ્યા વ્યક્તિએ ઉશ્કેરાઈ ફરિયાદી જીગ્નેશ સાથે ઝઘડો કરી જેમ ફાવે તેમ ભૂંડા બોલી કાઢો આપી ધારિયા વડે હુમલો કરી ગંભીર ઇજાઓ પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી ફરાર થઈ ગયા હતા ઇજાગ્રસ્ત યુવાનને સારવાર માટે પ્રથમ ગારીયાધાર ત્યારબાદ વધુ સારવાર અર્થે ભાવનગર સર્ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો હોસ્પિટલના બીછાનેથી જીગ્નેશ એ ત્રણેય હુમલાખોરો વિરુદ્ધ ગારીયાધાર પોલીસ સ્ટેશનમાં બી એન એસ એક્ટ 109 (1), 117 (2), 118 (1), 352, 351 (3), 54 તથા જીપી એકટ 135 મુજબ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી..

Exit mobile version