માંડવીમાં બિરસા મૂંડા સર્કલેથી રેલી સાથે કોંગ્રેસનું અરેઠ જનસંપર્ક કાર્યાલય ઉદ્ઘાટન

Featured Video Play Icon
Spread the love

માંડવીમાં બિરસા મૂંડા સર્કલેથી રેલી સાથે કોંગ્રેસનું અરેઠ જનસંપર્ક કાર્યાલય ઉદ્ઘાટન
અનેક નેતાઓની હાજરીમાં અરેઠમાં કોંગ્રેસનું સંગઠન મજબૂત
બિરસા મૂંડાને પુષ્પાંજલિ બાદ રેલી—અરેઠ કોંગ્રેસ કાર્યાલયના શુભારંભે ભાજપ પર આંકરા પ્રહારો

સુરત જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને માજી ધારાસભ્ય આનંદભાઈ ચૌધરી દ્વારા માંડવી બિરસા મુંડા સર્કલ ખાતે ભગવાન બિરસા મુંડા ની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. ભગવાન બિરસા મુંડા સર્કલથી રેલી સ્વરૂપે ડીજેના સથવારે અરેઠ જનસંપક કાર્યાલય ખાતે આવી પહોંચી જેનો ફટાકડા ફોડી સ્વાગત કરી અરેઠ તાલુકા પ્રમુખ ઉદેશીંગ વસાવાના અધ્યક્ષતા માં અરેઠ જન સંપર્ક કાર્યાલયનો શુભારંભ કરવામાં આવ્યો હતો.

આ કાર્યાલય આવનાર સ્થાનિક સ્વરાજ્યની તાલુકા પંચાયત તથા જિલ્લા પંચાયતની ચૂંટણીને અનુલક્ષીને તેમજ કોંગ્રેસનુ સંગઠન મજબૂત બને એ માટે અરેઠ તાલુકા મથકે ખાતે કોંગ્રેસનું જન સંપર્ક કાર્યાલય નું ઉદઘાટન આજરોજ અરેઠ ખાતે જન સંપર્ક કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. જેમાં કોંગ્રેસના મનહરભાઈ પટેલ તેમજ ઉત્તમભાઈ પરમાર તથા ઉપસ્થિત મહાનુભાવો દ્વારા ભારતીય જનતા પાર્ટી ઉપર આંકરા પ્રહારો કર્યા હતા . આ કાર્યક્રમમાં અરેઠ તાલુકા કોંગ્રેસ પ્રમુખ ઉદેસીંગ વસાવા, માંડવી તાલુકા પ્રમુખ સતિષભાઈ ચૌધરી તેમજઅરેઠ તાલુકા મહામંત્રી મિતુલભાઈ ચૌધરી,ગુજરાત પ્રદેશ ,સુરત જિલ્લા તથા તાલુકાના હોદ્દેદારો કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *