Site icon hindtv.in

માંડવી નગરપાલિકામાં 15 સમિતિઓના ચેરમેનની નિમણૂક

માંડવી નગરપાલિકામાં 15 સમિતિઓના ચેરમેનની નિમણૂક
Spread the love

માંડવી નગરપાલિકામાં 15 સમિતિઓના ચેરમેનની નિમણૂક
નગરપાલિકાના સભાખંડમાં યોજાયેલી સામાન્ય સભામાં નામની જાહેરાત કરાઈ

સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટીના સુરતજિલ્લા મહામંત્રી જગદીશભાઈ પારેખની ઉપસ્થિતિમાં 15સમિતિઓના ચેરમેન ની નિમણૂક કરાય.

માંડવી નગરપાલિકામા આજરોજ બપોરે 1:30 કલાકે પાલિકા સભાખંડમાં સામાન્ય સભા યોજાઈ હતી જેમાં સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટીના આદેશ મુજબ સુરત જિલ્લા ભાજપ મહામંત્રી જગદીશભાઈ પારેખ મેન્ડેડ લઈને આવ્યા હતા જેમણે વિવિધ સમિતિઓના ચેરમેનોના નામોની જાહેરાત કરી હતી. જેમાં સુનિલકુમાર એન રબારી કારોબારી અધ્યક્ષ જય કુમાર એસ રાઠોડ બાંધકામ સમિતિ આનંદકુમાર એ શાહ ટાઉન પ્લાનિંગ અલકાબેન વી લોઢા આરોગ્ય સમિતિ ,વિજયભાઈ એન પટેલ પાણી સમિતિ,દિલીપભાઈ એન પટેલ, અંકિત કુમાર ટી ચૌધરી આકારણી સમિતિ સુધીરકુમાર આર સિંધવ રોશની સમિતિ, ધરતી બેન સી ગામિત સમાજ કલ્યાણ, મિતેશકુમાર એમ રાઠોડ વાહન વ્યવહાર સમિતિ સ્મિતાબેન ડી પટેલ કેબીન અને દબાણ સમિતિ ધર્મેશાબેન યુ પટેલ મહિલા બાળ વિકાસ, રીતાબેન ડી રાઠોડ ગુમાસ્તાધારા યોગેશકુમાર એસ ચૌધરી પક્ષના નેતા પીનાલી બેન એ ઉપાધ્યાય દંડક ની નિમણૂક કરવામાં આવી છે. આ પ્રસંગે માંડવી નગરપાલિકા પ્રમુખ અમિષાબેન રાઠોડ, ઉપપ્રમુખ પ્રવીણ સિંહ અટોદરિયા, માંડવી નગર ભાજપ પ્રભારી અજીતસિંહ સુરમા, માંડવી નગર ભાજપ પ્રમુખ પ્રિતેશભાઈ રાવળ, મહામંત્રી શાલીનભાઈ શાહ ઉપસ્થિત રહ્યા હતા..

Exit mobile version