ગ્રામ સેવકોનું કલેક્ટર કચેરીએ આવેદન
પડતર પ્રશ્નોના ઉકેલની માંગ સાથે ગ્રામ સેવકોએ શાંતિપૂર્ણ વિરોધ નોંધાવ્યો.
સુરત જિલ્લા ગ્રામ સેવક મહામંડળના સભ્યો દ્વારા આજે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતુ અને લાંબા સમયથી પડતર વિવિધ પ્રશ્નોનો ઉકેલ નહીં આવતા ગ્રામ સેવકોએ શાંતિપૂર્ણ રીતે વિરોધ નોંધાવ્યો હતો.
સુરત જિલ્લામાં ગ્રામ સેવકોના પડતર પ્રશ્નોને લઈને હવે રજૂઆતનો સૂર વધુ તેજ બન્યો હોય તેમ જિલ્લા ગ્રામ સેવક મહામંડળના સભ્યોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી સરકાર સમક્ષ વિવિધ માંગણીઓ રજૂ કરી હતી. ગ્રામ સેવકોનું કહેવું છે કે લાંબા સમયથી અનેક પ્રશ્નો પડતર છે, પરંતુ હજુ સુધી તેનો કોઈ નિકાલ આવ્યો નથી. 4200નો ગ્રેડ પે પરત શરૂ કરવામાં આવે સાથે કામ માટે કરવામાં આવતું દબાણ બંધ કરવામાં આવે અને ઓનલાઈન કામગીરી માટે જરૂરી યાંત્રિક સુવિધાઓ, ખાસ કરીને લેપટોપ સહિતના સાધનો ઉપલબ્ધ કરાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

