Site icon hindtv.in

સુરતમાં વ્યાજખોરી નાબુદી અભિયાન કાર્યક્રમ યોજાયો

સુરતમાં વ્યાજખોરી નાબુદી અભિયાન કાર્યક્રમ યોજાયો
Spread the love

સુરતમાં વ્યાજખોરી નાબુદી અભિયાન કાર્યક્રમ યોજાયો
નાયબ પોલીસ કમિશનર ઝોન 4 હેઠળ આવતા પોલીસ મથકોનો લોન મેળો
સુરત પોલીસ કમિશનર ગેહલોત પણ હાજર રહ્યા

સુરતમાં નાયબ પોલીસ કમિશનર ઝોન 4 હેઠળ આવતા પોલીસ મથકોનો લોન મેળો તથા વ્યાજખોરી નાબુદી અભિયાન કર્યક્રમ યોજાયો હતો જેમાં સુરત પોલીસ કમિશનર પણ હાજર રહ્યા હતાં.

લોન અને વ્યાજખોરોના aચક્કરમાંથી લોકોને બહાર કાઢવા અને બેંકોમાંથી લોન અપાવવા માટે સુરત પોલીસ અગ્રેસર હોય તેમ લાગે છે. ત્યારે સુરત પોલીસના નાયબ પોલીસ કમિશનર ઝોન 4ના તાબા હેઠળ આવતા પોલીસ મથકોનો લોન મેળો તથા વ્યાજખોરી નાબુદી અભિયાન કાર્યક્રમ અઠવાલાઈન્સ ખાતે આવેલ પોલીસ હેડ ક્વાર્ટરના કોમ્યુનિટી હોલમાં યોજાયો હતો. આ કાર્યક્રમમાં સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌત સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતાં. તો લોન મેળા અને વ્યાજખોરી નાબુદી અંગે સુરત પોલીસ કમિશનરે માહિતી આપી હતી.

Exit mobile version