સુરત : ભાઠેનામાં અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો
ચાર થી પાંચ ઈસમોએ તલવાર લઈ આતંક મચાવ્યો હતો
સલાબતપુરા પોલીસે ગુનો નોંધી આરોપીઓને ઝડપી પાડ્યા
સુરતના ભાઠેના વિસ્તારમાં નજીવી બાબતે થયેલા ઝઘડામાં તલવાર લઈ પહોંચેલા અસામાજિક તત્વએ ઘર પર પથ્થરમારો કર્યો હતો તો બનાવનો વિડીયો સામે આવ્યા બાદ પોલીસે ગુનો નોંધી આરોપીઓને ઝડપી પાડ્યા હતાં.
સુરતના ભાઠેના વિસ્તારમાં અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો હતો. નજીવી બાબતે થયેલા ઝઘડા બાદ માથાભારે ચાર થી પાંચ અસામાજિક તત્વઓએ ઈસમના ઘર પર તલવાર લઈ જઈ આતંક મચાવ્યો હતો અને ઘર પર પથ્થર મારો કર્યા બાદ ખીડકીમાં લાકડા મારી તોડવાનો પ્રયાસ કર્યો હતો. તો અસામાજિક તત્વોએ મચાવેલા આતંકના દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા હોય જેને લઈ સલાબતપુરા પોલીસે આ મામલે ફરિયાદ નોંધી તાત્કાલિક તપાસ હાથ ધરી માથાભારે આરોપીઓને ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધા હતાં.

