સુરતમાં અસામાજિક તત્વો બેફામ
ઉધનામાં જુના ઝઘડાની અદાવતમાં ચપ્પુ વડે હુમલો
આંટા ઘંટી ચાલક પર ચપ્પુ વડે હુમલો કરાતા હોસ્પિટલે ખસેડાયો
સુરતમાં અસામાજિક તત્વો બેફામ બની રહ્યા હોય તેમ લાગી રહ્યુ છે. ત્યારે ઉધનામાં જુના ઝઘડાની અદાવતમાં આંટા ઘંટી ચાલક પર ચપ્પુ વડે હુમલો કરાતા હોસ્પિટલે ખસેડાયો હતો.
સુરતમાં રોજેરોજ અસામાજિક તત્વોનો આતંક સામે આવી રહ્યો છે. ત્યારે ઉધના વિસ્તારમાં ફરી અસામાજિક પ્રવૃત્તિ સામેઆવી છે. જેમાં જુના ઝઘડાની અદાવતમાં ઘંટી વાળા પર માથાભારે યુવાન દ્વારા ચપ્પુ વડે જીવલેણ હુમલો કરાયો હતો. જેથી લોહીલુહાણ હાલતમાં આંટા ઘંટી ચાલકને સારવાર માટે હોસ્પિટલે ખસેડાયો હતો. તો બનાવની જાણ થતા પોલીસ કાફલો સ્થળે દોડી ગયો હતો અને ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

