Site icon hindtv.in

અસામાજિક તત્વોએ યુવકને માર્યો ઢોર માર

અસામાજિક તત્વોએ યુવકને માર્યો ઢોર માર
Spread the love

અસામાજિક તત્વોએ યુવકને માર્યો ઢોર માર
પુણા ભયાનગર વિસ્તારમાં બનાવ બન્યો
પોલીસે વાયરલ ફૂટેજ ના આધારે તપાસ હાથ ધરી
વિડિઓ હાલ સોશ્યિલ મીડિયામાં વાયરલ

સુરતના પુણા ભયાનગર વિસ્તારમાં અસામાજિક તત્વોએ એક ઈસમને ઢોર માર્યો હોવાના સીસીટીવી ફૂટેજ વાયરલ થયા છે જોકે પુણા પોલીસે વાયરલ ફૂટેજ ના આધારે તપાસ હાથ ધરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

સુરતમાં અસામાજિક તત્વોને પોલીસનો કોઈપણ જાતનો ખોફ ન હોય તે રીતે બિન્દાસ પણે ગુનાઓને અંજામ આપી રહ્યા છે સુરતના ભયાનગર વિસ્તારના ફૂટેજ હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે જેમાં આઠથી દસ જેટલા ઈસમો એક વ્યક્તિને જાહેરમાં ઢોર માર મારી રહ્યા છે આ સીસીટીવી ફૂટેજ 8 એપ્રિલના હોવાનું સામે આવ્યું છે સીસીટીવી માં જોઈ શકાય છે કે એક યુવાન પર 8 થી 10 જેટલા ઈસમો તૂટી પડે છે અને તેને રોડ પર સુવડાવી આડેધડ માર મારી રહ્યા છે આ મારામારીની ઘટના ત્યાં લાગેલા સેસિટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે જે હાલ સીસીટીવી ફૂટેજ વાયરલ થયા છે જોકે સીસીટીવી ફૂટેજ વાયરલ થતા પુણા પોલીસે તાત્કાલિક ટીમો બનાવી તપાસ હાથ ધરી છે

Exit mobile version