સુરતમાં અસામાજિક તત્વો બેફામ
બાપુનગર ખાતે ઉંઘતા યુવાન પર જીવલેણ હુમલો
યુવાન રફીકનું ટુંકી સારવાર બાદ મોત નિપજ્યુ હતું.
સુરતમાં અસામાજિક તત્વો બેફામ બની રહ્યા હોય તેમ બાપુનગર ખાતે ઉંઘતા યુવાન પર જીવલેણ હુમલો કરાતા હોસ્પિટલે ખસેડાયો હતો. જ્યાં યુવાનનું ટુંકી સારવાર બાદ મોત નિપજ્યુ હતું.
સુરતમાં અસામાજિક તત્વોનો આતંક વારંવાર સામે આવે છે. અસામાજિક તત્વો કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર તરાપ મારી રહ્યા હોય ત્યારે સુરતના બાપુનગર વિસ્તારમાં અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો હતો. રાંદેરના બાપુનગર વિસ્તારમાં ઘરમાં ઉંઘી રહેલા યુવાન પર સંબંધી ભાઈએ જ ઘરમાં ઘુસી જીવલેણ હુમલો કર્યો હતો. જેને લઈ યુવાન રફીક શેખને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલે ખસેડાયો હતો જ્યાં ટુંકી સારવાર બાદ રફીકનું મોત નિપજ્યુ હતું. તો બનાવને લઈ રાંદેર પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

