Site icon hindtv.in

સુરત પોલીસ દ્વારા અસામાજિક તત્વો પર લાલ આંખ કરાઈ

સુરત પોલીસ દ્વારા અસામાજિક તત્વો પર લાલ આંખ કરાઈ
Spread the love

સુરત પોલીસ દ્વારા અસામાજિક તત્વો પર લાલ આંખ કરાઈ
પોલીસે 65 થી વધુ આરોપીઓને કતારગામ પોલીસ મથકે બોલાવાયા

આગામી તહેવારોને ધ્યાને લઈ અસામાજિક તત્વો કોઈ અટકચાળો ન કરે તે માટે પોલીસે લાલ આંખ કરી છે ત્યારે સિંગણપોર અને કતારગામ પોલીસ મથકના ગુનેગારોને બોલાવી પોલીસે તેઓની હાલની પ્રવૃત્તિ અંગે માહિતી મેળવી હતી.

સુરતમાં તહેવારો સમયે અસામાજિક તત્વો ભાંગફોડ્યા પ્રવૃત્તિઓ કરતા હોય છે ત્યારે સુરત પોલીસ દ્વારા અસામાજિક તત્વો પર લાલ આંખ કરાઈ રહી છે. તો સુરતની કતારગામ અને સિંગણપોર પોલીસ મથકમાં અગાઉ શરીર સંબંધી ગુનાઓમાં પકડાયેલા આશરે 65 થી વધુ આરોપીઓને કતારગામ પોલીસ મથકે બોલાવાયા હતા અને તમામની હાલની પ્રવૃત્તિઓ અંગે માહિતી મેળવી ગુનાખોરીનો રસ્તો છોડી દેવા જણાવાયુ હતું. તો આ અગે ડીસીપીએ વધુ માહિતી આપી હતી.

Exit mobile version