Site icon hindtv.in

સુરતના વરાછા ખાતે એસબીઆઈ બેંકમાં થયેલી લુંટમાં વધુ એક ઝડપાયો

સુરતના વરાછા ખાતે એસબીઆઈ બેંકમાં થયેલી લુંટમાં વધુ એક ઝડપાયો
Spread the love

સુરતના વરાછા ખાતે એસબીઆઈ બેંકમાં થયેલી લુંટમાં વધુ એક ઝડપાયો
લુંટમાં લુંટારૂઓને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ ગયો હતો
આરોપી એલેક્સ ઉર્ફે અખિલેશકુમારને ઝડપ્યો

સુરતના વરાછા ખાતે આવેલ લંબેહનુમન રોડ પર એસબીઆઈ બેંકમાં થયેલી લુંટમાં લુંટારૂઓને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જનારને બિહારથી વરાછા પોલીસે ઝડપી પાડ્યો છે.

સુરતના વરાછા લંબેહનુમાન રોડ પર શક્તિ ટાવરમાં આવેલી એસબીઆઈ બેંકમાં થયેલી લાખોની લૂંટ મામલે તમામ લૂંટારુઓને એક જગ્યાએથી બીજી જગ્યામાં લઈ જવામાં મહત્વની ભૂમિકા ભજવનાર રોહિત રાઠોડ બિહારથી વરાછા પોલીસે ઝડપી પાડ્યો હતો. આ લૂંટમાં કેપ્ટનની ભૂમિકા ભજવનાર એલેક્સનો સાથી મિત્ર રોહિત હતો તો વોન્ટેડ આરોપી એલેક્સ ઉર્ફે અખિલેશકુમારે સિગ્નલ એપ દ્વારા સંપર્ક કરી આખી લૂંટનું પ્લાનિંગ કર્યું હતું. એલેક્સ એ રોહિતને 1.30 લાખ રૂપિયાની બેગ આપી હતી અને તેમાંથી 90 હજાર રૂપિયા રોહિતે આરોપી શુભમના ખાતામાં જમા કરાવ્યા હતા ત્યારબાદ તમામ મિત્રો અલગ અલગ જુદા પડી ગયા હતાં. હાલ તો વરાછા પોલીસે મુખ્ય સૂત્રધાર એલેક્સ સહિત અન્ય વોન્ટેડ આરોપીઓને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

Exit mobile version