Site icon hindtv.in

ડુમસ વિસ્તારમાં વધુ એક હત્યાની ઘટના સામે આવી

ડુમસ વિસ્તારમાં વધુ એક હત્યાની ઘટના સામે આવી
Spread the love

ડુમસ વિસ્તારમાં વધુ એક હત્યાની ઘટના સામે આવી
28 વર્ષીય યુવકની ચપ્પુના ઘા ઝીકી હત્યા કરવામાં આવી
ડુમસ પોલીસે તરત જ ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી

સુરત શહેરના શાંતિભર્યા ગણાતા ડુમસ વિસ્તારમાં વધુ એક હત્યાની ઘટના સામે આવી છે. મંગળવારની સાંજે ડુમસ લંગર પાસે 28 વર્ષીય યુવકની ચપ્પુના ઘા ઝીકી હત્યા કરવામાં આવી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર, હત્યાના પાછળ પ્રેમ પ્રકરણ સાથે સંકળાયેલા હોવાનો શંકાસ્પદ એંગલ સામે આવ્યો છે. પીડિત યુવક પર હુમલો કરતાં આરોપીઓ ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા. આ ચોંકાવનારી ઘટના પાછળ જે વ્યક્તિ મુખ્ય આરોપી તરીકે સામે આવ્યો છે, તેની ઉંમર માત્ર 17 વર્ષ હોવાનું પોલીસે પ્રાથમિક રીતે જણાયું છે. આ ઘટનાએ શહેરના લોકોમાં ભયનો માહોલ સર્જી દીધો છે. ડુમસ પોલીસે તરત જ ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે. આરોપીઓને પકડવા માટે સીસીટીવી ફૂટેજ સહિતના ટેક્નિકલ સાક્ષો એકઠા કરવાના પ્રયાસો ચાલુ છે. પોલીસ હવે આ હત્યા પાછળના સાચા કારણો, અન્ય સંડોવાયેલા લોકો અને ગુનાની પૂર્વયોજના અંગેની વિગતો બહાર લાવવા દિશામાં આગળ વધી રહી છે.

 

Exit mobile version