સુરતમાં ફરી એક હત્યાની ઘટના બની
ઓલપાડ રોડ પર અજાણ્યા યુવકે 60 વર્ષીય વૃદ્ધની હત્યા કરી
પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આરોપીની ઓળખ કરી
સુરતમાં ફરી એક હત્યાની ઘટના બની હતી જેમાં જહાંગીરપુરા ઓલપાડ રોડ પર અજાણ્યા યુવકે 60 વર્ષીય વૃદ્ધ પર લાકડાના આડેધડ ફટકા મારી નિર્દયતાથી હુમલો કર્યો હતો. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી તો સારવાર દરમિયાન વૃદ્ધનું મોત નીપજતા પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીની શોધખોળ શરૂ કરી છે.
સુરતના જહાંગીરપુરા ઓલપાડ રોડ પર વહેલી સવારે માનવતાને શરમાવે તેવી સનસનીખેજ ઘટના બની હતી. અજાણ્યા યુવકે 60 વર્ષીય બાબુભાઈ સાવંત પર લાકડાથી અંદાજે ચાર મિનિટ સુધી સતત આડેધડ ફટકા વરસાવ્યા હતા. હુમલાની સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. ગંભીર રીતે ઘાયલ થયેલા બાબુભાઈ સાવંતને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. મૃતકનો કોઈ વાલીવારસ ન મળતા જહાંગીરપુરા પોલીસે પોતે ફરિયાદી બની અજાણ્યા યુવક સામે હત્યાનો ગુનો નોંધ્યો છે. હાલ પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આરોપીની ઓળખ કરી તેને ઝડપી પાડવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

