Site icon hindtv.in

સુરતમાં ગુનાખોરી સામે વધુ એક મેગા કોમ્બિંગ ઓપરેશન

સુરતમાં ગુનાખોરી સામે વધુ એક મેગા કોમ્બિંગ ઓપરેશન
Spread the love

સુરતમાં ગુનાખોરી સામે વધુ એક મેગા કોમ્બિંગ ઓપરેશન
અશ્વિનીકુમાર, વરાછા તથા પુણા વિસ્તારમાં અસામાજિક તત્વો સામે કાર્યવાહી
હિસ્ટ્રીશીટર, એમસીઆર ધારકો, તડીપાર અને અસામાજિક તત્વો સામે એક્શન

સુરત શહેર પોલીસનો ગુનાખોરી સામે વધુ એક મેગા કોમ્બિંગ ઓપરેશન હાથ ધરાયુ હોય તેમ ડીસીપી ઝોન-1 હેઠળના અશ્વિનીકુમાર, વરાછા તથા પુણા વિસ્તારમાં હિસ્ટ્રીશીટર, એમસીઆર ધારકો, તડીપાર અને અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી હાથ ધરાઈ હતી.

સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતના માર્ગદર્શન હેઠળ ડીસીપી ઝોન-1 વિસ્તારમાં વિશેષ કોમ્બિંગ ઓપરેશન યોજાયું હતું. ડીસીપી આલોકકુમારના સીધા સુપરવિઝનમાં અશ્વિનિકુમાર, વરાછા અને પુણા પોલીસની અલગ-અલગ ટીમોએ હિસ્ટ્રીશીટર, માથાભારે ઇસમો, તડીપાર આરોપીઓ તેમજ સંગઠિત ગુનાખોરીમાં સંડોવાયેલા તત્વોના રહેણાંક સ્થળોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. શહેરમાં કાયદો અને વ્યવસ્થા વધુ મજબૂત બનાવવા તેમજ ગુનાખોરી પર અંકુશ લાવવા સુરત પોલીસ દ્વારા આ પ્રકારની અસરકારક કામગીરી સતત ચાલુ રાખવામાં આવી રહી છે.

Exit mobile version