સુરત શહેર પોલીસની ગુનાખોરી સામે વધુ એક મેગા કોમ્બિંગ
સેક્ટર 1 બલરામ મીણાની અધ્યક્ષતામાં લિંબાયતમાં કોમ્બિંગ
ઘાતક હથિયારો સહિત શંકાસ્પદ વસ્તુઓની ચકાસણી
સુરત શહેર પોલીસનો ગુનાખોરી સામે વધુ એક મેગા કોમ્બિંગ ઓપરેશન હાથ ધરાયુ હોય તેમ અધિક પોલીસ કમિશનર સેક્ટર 1 બલરામ મીણાની અધ્યક્ષતામાં લિંબાયત વિસ્તારમાં કોમ્બિંગ કરાયુ હતું.
સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતના માર્ગદર્શન હેઠળ અધિક પોલીસ કમિશનર સેક્ટર 1 બલરામ મીણાની અધ્યક્ષતામાં લિંબાયત વિસ્તારમાં કોમ્બિંગ કરાયુ હતું સાથે હિસ્ટ્રીશીટર, માથાભારે ઇસમો, તડીપાર આરોપીઓ તેમજ સંગઠિત ગુનાખોરીમાં સંડોવાયેલા તત્વોના રહેણાંક સ્થળોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. ઓપરેશન દરમિયાન શરીર સંબંધિત અને મિલકત વિરુદ્ધના ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓના ઘરોમાં તપાસ કરી ઘાતક હથિયારો સહિત શંકાસ્પદ વસ્તુઓની ચકાસણી કરાઈ હતી.

