સુરતમાં આપઘાતની વધુ એક ઘટના
શિક્ષકે બે પુત્રો સાથે જીવન ટૂંકાવ્યું,
ઉમરા પોલીસે તપાસ હાથ ધરી
સુરતમાં ફરી સામુહિક આપઘાતની ઘટના બનતા ચકચાર મચી ગઈ છે. એક શિક્ષકે બે બાળકો સાથે જીવનનો અંત લાવી દેતા પરિવારજનો હિબકે ચઢ્યા હતાં.
સુરતના ઉમરા વિસ્તારમાં જિલ્લા પંચાયત ક્વાર્ટરમાં રહેતા અને ડિંડોલીની ખાનગી શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા અલ્પેશભાઈ સોલંકીએ પોતાના 8 વર્ષના પુત્ર ક્રીશીવ અને 2 વર્ષના પુત્ર કર્નિશ સાથે આપઘાત કર્યો હતો. બન્ને બાળકોનું મૃતદેહ બેડ પર જ્યારે પિતાનું લટકતું હાલતમાં મૃતદેહ મળ્યું હતું. તો પરિવારજનોએ જણાવ્યુ કે અલ્પેશભાઈ સોલંકી તણાવમાં જીવતો હતો, પણ બહારથી શાંત દેખાતો હતો. હાલ ઉમરા પોલીસ સમગ્ર ઘટનાની તપાસ ચલાવી રહી છે.

