Site icon hindtv.in

સુરત ઉધના રોડ નંબર 9 ઉપર હત્યાની વધુ એક ઘટના

સુરત ઉધના રોડ નંબર 9 ઉપર હત્યાની વધુ એક ઘટના
Spread the love

સુરત ઉધના રોડ નંબર 9 ઉપર હત્યાની વધુ એક ઘટના
પુત્રના ઝઘડામાં વચ્ચે પડેલા પિતા ધનરાજ તાયડેની હત્યા
ત્રણ હત્યારાઓને ઉધના પોલીસે ઝડપી પાડ્યા

સુરત ઉધના રોડ નંબર 9 અશોક સમ્રાટ નગર ખાતે પુત્રના ઝઘડામાં વચ્ચે પડેલા પિતાની હત્યા કરી ભાગી છુટેલા હત્યારાઓમાંથી ત્રણ હત્યારાઓને ઉધના પોલીસે ઝડપી પાડ્યા હતાં.

સુરતમાં હત્યાના બનાવોમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે સુરતના ઉધના વિસ્તારમાં આવેલ રોડ નંબર 9 અશોક સમ્રાટ નગર ખાતે હત્યાની ઘટના બની હતી. ધનરાજ ટાઈડે નામના ઈસમની છ હુમલાખોરોએ હત્યા કરી હતી. પુત્ર વિક્કી ઉર્ફે લક્કીને મારવા આવેલા હુમલાખોરો જેમાં કરણ ઉર્ફે દિપક, યોગેશ, વિશાલ ઉર્ફે રાજ તથા કાયદાના સંઘર્ષમાં આવેલા બાળ કિશોરથી પુત્ર વિક્કી ઉર્ફે લક્કીને બચાવવા ગયેલા પિતા ધનરાજ તાયડે પરત જ હુમલાખોરોએ હુમલો કરી છાતીના ભાગે તથા પેટના ભાગે ચપ્પુ વડે હુમલો કરી હત્યા કરી ભાગી છુટ્યા હતાં. બનાવની જાણ થતા જ ઉધના પોલીસ દોડતી થઈ ગઈ હતી અને ગણતરીના કલાકોમાં જ ત્રણ હત્યારાઓ દિપક ઉર્ફે કરણ ગણેશ વાઘ, યોગેશ ઉર્ફે નરેશ સંજય નગરાડે તથા વિશાલ ઉફે રાજ ગણેશ વાઘને ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધો હતો.

Exit mobile version