Site icon hindtv.in

સુરતમાં ફરી એક નિર્દોષ પર હુમલાની ઘટના

સુરતમાં ફરી એક નિર્દોષ પર હુમલાની ઘટના
Spread the love

સુરતમાં ફરી એક નિર્દોષ પર હુમલાની ઘટના
ઉત્રાણની વેદાંત સીટીમાં વોચમેન પર હુમલો
પિતા પુત્રએ અપશબ્દો કહી હુમલો કરતા પોલીસ ફરિયાદ

સુરતમાં ફરી એક નિર્દોષ પર હુમલાની ઘટના સામે આવી છે. જેમાં ઉત્રાણની વેદાંત સીટીમાં વોચમેન પર પિતા પુત્રએ અપશબ્દો કહી હુમલો કરતા પોલીસ ફરિયાદ નોંધાવવા પામી છે.

સુરતના ઉત્રાણ પોલીસ સ્ટેશનમાં વેદાંત સીટીના વૃદ્ધ વોચમેન દ્વારા ફરિયાદ કરાઈ છે. વૃદ્ધ હિંમતભાઈ ચૌહાણ એ જણાવ્યુ હતુ કે સોસાયટીમાં રહેતા મનીષ પાનસુરીયા અને તેમના પિતા જયસુખ પાનસુરીયાએ ખુરશી સરખી મુકવાને લઈ ઝઘડો કર્યો હતો. અને હિંમતભાઈએ ખુરશી સરખી મુકવા કહેતા ઉશ્કેરાયેલા પુત્રએ પહેલા તો હિમ્મતભાઈને અપશબ્દો કહ્યા હતા અને ત્યારબાદ તમાચા માર્યા હતા. તો પિતાએ લાકડીથી ફટકારતા વૃદ્ધ બચવા માટે ભાગતા પીછો કરી પિતા પુત્રએ ફરી તેમને લાકડી અને લાકડાના ફટકાથી ઢોર માર માર્યો હતો જે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થતા હાલ તો સરથાણા પોલીસે ગુનો નોંધ્યો હતો. તો ઈજાગ્રસ્ત વૃદ્ધ વોચમેનને સારવાર માટે હોસ્પિટલે ખસેડાયા હતાં.

Exit mobile version