Site icon hindtv.in

સુરત ડિંડોલીમાં અકસ્માતની વધુ એક ઘટના

સુરત ડિંડોલીમાં અકસ્માતની વધુ એક ઘટના
Spread the love

સુરત ડિંડોલીમાં અકસ્માતની વધુ એક ઘટના
રોડ ક્રોસ કરતી મહિલાઓને અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારી
ગંભીર રીતે ઘવાયેલી વંદના મરાઠે નામની મહિલાનું મૌત

સુરતમાં અકસ્માતની વધી રહેલી ઘટનાઓ વચ્ચે નવાગામ ડિંડોલી વિસ્તારમાં રોડ ક્રોસ કરતી મહિલાઓને અજાણ્યા વાહન ચાલકે અડફેટે લેતા એકનુ મોત નિપજ્યુ હતું.

સુરતના નવાગામ ડીંડોલી વિસ્તારમાં હિટ એન્ડ રનની ઘટનામાં એક મહિલાનું મોત નિપજ્યુ હતું. નવાગામ ડીંડોલી વિસ્તારમાં ઝેબરા ક્રોસિંગ પરથી રોડ ક્રોસ કરતી વખતે અજાણ્યા વાહન ચાલકે ગફલતભરી રીતે ગાડી હંકારી બે મહિલાઓને અડફેટે લીધી હતી. જે અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલી વંદના મરાઠે નામની મહિલાનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. તો અન્ય મહિલાને ઈજાઓ થતા હોસ્પિટલે ખસેડાઈ હતી. તો મૃતક વંદના મરાઠે પોતે મહેનત મજૂરી કરીને પોતાનું ઘર ચલાવતી હતી. અને તેમના અચાનક નિધનથી પરિવાર સંપૂર્ણ રીતે નિરાધાર બની ગયો છે. તો વંદના મરાઠે પોતાના ઘરે જમવા આવેલી પોતાની બહેનને છોડવા જઈ રહી હતી, ત્યારે આ દુર્ઘટના સર્જાઈ હતી. તો અકસ્માત સર્જી અજાણ્યો વાહન ચાલક સ્થળ પરથી નાસી છૂટ્યો હતો. બનાવને લઈ ડીંડોલી પોલીસ સ્થળે દોડી ગઈ હતી અને અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

Exit mobile version